Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિલ્મ અદાકાર રિવોલ્વર સાફ કરી રહ્યા હતાં, ને મિસફાયર થયું
મુંબઈ તા. ૧: અભિનેતાને પગમાં ગોળી વાગી છે. આ ઘટના સવારે સાડાપાંચ વાગ્યાના અરસામાં બની હતી. સવારે ક્યાંક જવા નીકળ્યા હતાં, તે જ ક્ષણે ભૂલથી મિસફાયર થયો હતો. હવે અભિનેતા ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ છે. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો.
એવું માનવામાં આવી રહ્યું છે કે તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ ગઈ. હવે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગોળી વાગ્યા પછી હંગામો થઈ ગયો હતો. ઘાયલ ગોવિંદાને તાત્કાલિક ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર પછી તે ઘટના સ્થળે પહોંચી અને ગોવિંદાની બંદુક પોતાના કબજામાં લઈ લીધી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અભિનેતાની રિવોલ્વર ખોટી રીતે નીકળી ગઈ અને ગોળી તેના ઘૂંટણમાં વાગી. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે, જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
હાલમાં ગોવિંદાના પગમાંથી ઘણું લોહી વહી ગયું છે. જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે. ગોવિંદા વિશેના આ સમાચાર સામે આવતા જ ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ ગોવિંદાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગોવિંદાનો ઘણો મોટો ચાહક વર્ગ છે. તેણે એક સમયે બોલિવૂડ પર રાજ કર્યું હતું. તેની લોકપ્રિયતા આજે પણ ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial