Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વોર્ડ નં.૬માં ૧.૧૮ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્તઃ જનસુવિધાઓ વધશે

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે

જામનગર તા. ૧: જામનગર શહેરના વોર્ડ નં.૬માં વિવિધ વિકાસ કામોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતમૂહુર્ત કર્યું હતું. રૂ.  ૧ કરોડ ૧૮ લાખથી વધુના ખર્ચે ઢીંચડા ગામ પાસે યોગેશ્વરધામ તથા સમર્પણ હોસ્પિટલથી બેડીબંદરને જોડતો રોડ તથા પુષ્કર પાર્ક, તિરૂપતિ પાર્ક અને યોગેશ્વર ધામ સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમૂહુર્ત કર્યા પછી મંત્રીએ જણાવ્યું હતું કે, રસ્તાઓના મજબૂતીકરણ થવાથી ઢીચડા ગામ તથા આજુબાજુની સોસાયટીઓના લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ થશે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર શહેરના વોર્ડ નં. ૬ માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

આ ખાતમૂહુર્તના કામો જેમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ પામનાર વોર્ડ નં. ૬માં ઢીચડા ગામ પાસે આવેલા યોગેશ્વરધામ સોસાયટીમાં તથા સમર્પણ હોસ્પિટલથી બેડીબંદરને જોડતા રીંગ રોડથી ઢીંચડા ગામ જવા માટે સ્લેબ ડ્રેઈન-પાઈપ ડ્રેઈન- માઈનોર બ્રીજ તથા સંલગ્ન સીસી રોડની રકમ રૂ.  ૯૦ લાખ ૮ર હજારના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું. તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પુષ્કર પાર્ક-ર અને તિરૂપતિ પાર્ક-ર માં કોમન પ્લોટમાં, યોગેશ્વરધામ મંદિરની બાજુમાં તથા કષ્ટભંજન હનુમાન મંદિરની બાજુમાં રૂ.  ૧૮ લાખ ૭પ હજારના ખર્ચે પેવર બ્લોકના કામનું મંત્રીએ ખાતમૂહુર્ત કર્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રસ્તાના મજબુતીકરણ થવાથી ઢીંચડા ગામ તથા આસપાસની સોસાયટીઓના અનેક લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ થશે તેમજ જામનગર શહેરમાં અવર-જવરમાં પણ ખૂબ સરળતા રહેશે. સોસાયટીઓમાંથી ગામને જોડતો રસ્તો કાચો હોવાથી ચોમાસાના સમયમાં લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી થતી હતી, પરંતુ હવે સ્લેબ ડ્રેઈન અને રસ્તાના કામો થવાથી પાણીની સમસ્યા નહીં રહે અને વાહનચાલકોને પણ અગવડતાઓનો સામનો નહીં કરવો પડે.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર ડી.એ. ઝાલા, હાપા એપીએમસીના ચેરમેન મુકુદભાઈ સભાયા, કોર્પોરેટર જશુબા ઝાલા, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ વિવિધ સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh