Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પંચની કેટલીક પ્રક્રિયાઓ સંપન્ન થયા પછી
ગાંધીનગર તા. ૧: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં યોજાય તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.
ગુજરાતમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ ડિસેમ્બર-જાન્યુઆરી પહેલા યોજાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી, કારણ કે ર૭ ટકા ઓબીસી અનામત બેઠકો અને વોર્ડરચનાનું ફાઈનલ નોટિફિકેશન બાકી છે, જ્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે તે સંસ્થાની મતદાર યાદીઓનું કામ હજી બાકી હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭પ નગરપાલિકા અને પ૩૯ નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ૪૭૬પ ની ચૂંટણીઓ થઈ શકી નથી. અદાલતી આદેશને પગલે આ ચૂંટણીઓમાં ર૭ ટકા ઓબીસી અનામત દાખલ કરવામાં આવી હોવાથી શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગમાં નોટિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગો તરફથી અમને ફાઈનલ નોટિફિકેશન મળી જાય તે પછી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવી મતદાર યાદી બહાર પાડવામાં આવશે અને આ પ્રક્રિયા એક મહિનાથી દોઢ મહિના સુધીનો સમય લઈ શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણી પંચ જાહેરાત કરશે. એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં આ ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના છે.
મુદ્ત વિતી ગઈ હોય તેવી પાલિકા અને પંચાયતો ઉપરાંત શહેરી વિસ્તારની ૪ર અને પંચાયતોની ૪ર મળીને કુલ ૮૪ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓ આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે પછીની કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચુંટણીમાં ર૭ ટકા ઓબીસી અનામત સાથે સાત ટકા એસસી અને ૧૪ ટકા એસટી અનામત સાથે કુલ ૪૮ ટકા અનામત બેઠકો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial