Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧: જામનગરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભવ્યાતિભવ્ય સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન તા. ૩-૧૦-ર૦ર૪ થી ૧ર-૧૦-ર૦ર૪ સુધી દરરોજ રાત્રે ૮-૩૦ થી ૧ર વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ મેગા આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા પ્રમાણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૬૦ ફૂટ બાય ૬૦ ફૂટના વિશાળ સ્ટેજ પર ૧૬૦ બાળાઓના પાંચ ગ્રુપ દ્વારા વિવિધ રાસ-ગરબાની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવશે.
સમગ્ર મેદાનમાં પાંચ હજારથી વધુ દર્શકો આરામથી ખુરશી પર બેસીને વિનામૂલ્યે આ નવરાત્રિ ઉત્સવને નિહાળી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ફોર-વ્હીલર તથા ટુ-વ્હીલર વાહનો માટે વિશાળ જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે. સિક્યોરીટીનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ ટ્રસ્ટના સ્વયંસેકોની ટીમ ખડે પગે સેવા આપશે. સમગ્ર એરેના, પાર્કિંગ જગ્યા સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે.
છેલ્લા બે મહિનાથી ૧૬૦ દીકરીઓ રાસ-ગરબાની પ્રેક્ટીશ કરી રહી છે. તેમના દ્વારા ડાકલા પરોડી, હૈયે રાખી હેમ, શિવસ્તુતિ, રામ મંડળી, ક્રિષ્ના મંડળી, મહાકાળી, જેવા રાસ-ગરબા રજૂ કરવામાં આવશે. વૈશાલી સંઘવી, લાજેશ પંડ્યા, દર્શના પંડ્યાએ કોરિયોગ્રાફી કરાવી છે.
સ્ટેજ ઉપર પ૪ બાય ૧૪ ફૂટના વિશાળ સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ થશે તેમજ જય કેબલ નેટવર્ક દ્વારા પણ સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ થશે.
જામનગર શહેરની મધ્યમાં આવા ભવ્ય નવરાત્રિ મહોત્સવને માણવા માટે પાર્કિંગ, બેસીને નિહાળવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં, અર્થાત્ વિનામૂલ્યે નવરાત્રિ ઉત્સવ નિહાળવાનો આનંદ માણી શકાશે.
સરગમ નવરાત્રિ મહોત્સવ ર૦ર૪ ને સફળ બનાવવા લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ઢોલરિયા, શૈલેષ પટેલ, બીપીન સોરઠિયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારિયા, હેમત દોમડિયા તેમજ નવરાત્રિ કન્વીનર તરીકે રાજન મુંગરા, કિશોર સંઘાણી, રાજેશ મુંગરા, વિનોદ દોમડિયા, નયન સોરઠિયા, ધીરેન સાવલિયા તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા ટીમ ખભેખભા મીલાવી જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial