Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઈન્ટેનન્સ તથા નર્મદાનું નીર ઓછું મળતા
જામનગર તા. ૮: શટ ડાઉનના કારણે નર્મદાનું પાણી ઓછું મળ્યું હોવાથી જામનગરના સોલેરિયમ વિસ્તારમાં આજે પાણી વિતરણ બંધ રખાયું છે. આ બંધ વિસ્તારને આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે.
જેટકો દ્વારા રર૦ કે.વી. મોટરની સબ સ્ટેશનમાં મેઈન્ટનન્સની કામગીરી અન્વયે શટડાઉન હોય જેના કારણે નર્મદાનું પાણી ઓછું મળ્યું છે. તેમજ સોલેરિયમ ઝોનની મેઈન ડિસ્ટ્રીબ્યુશન લાઈન ડેમેજ હોવાથી તેની રીપેરીંગનીકામગીરી કરવામાં આવનાર હોવાથી સોલેરિયમ 'એ' ઝોન હેઠળના વિસ્તારમાં આજે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે.
સોલેરિયમ 'એ' ઝોન હેઠળના વિસ્તારો વાલ્કેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી, પારસ સોસાયટી, સદ્ગુરુ કોલોની, હિંમતનગર ૧ થી પ, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃ આશિષ સોસાયટી, પટેલ કોલોની ૧ થી ૮, રોડ નંબર ૪, પટેલ વાડીનો સમાવેશ થાય છે.
આજે જે વિસ્તારમાં પાણી વિતરણ કરાયું નથી તેમને આવતીકાલે તથા બીજા દિવસે રૂટીન ઝોનમાં પાણી વિતરણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial