Advertisement
Author: નોબત સમાચાર

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અકસ્માત સર્જાતા ૩ના મોતઃ ચાર ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં

અજમેરમાં ઉર્ષ ઉજવી મુંબઈ પરત જઈ રહેલા પરિવાર પર કાળનો પંજો

કલેશ્વર તા. ૮: અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અકસ્માતમાં ૩ના મોત થયા છે. અર્ટિગા કારને પાછળથી ટકકર વાગતા તે આગળ ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં બીજા ૪ ઘાયલ થયા છે. ઉર્ષ ઉજવી પરિવાર મુંબઈ જતો હતો. ત્યારે તેના પર કાળનો પંજો પડયો હતો.

ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-૪૮ પર મુંબઈ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટકકર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરમાં ઉર્ષની ઉજવણી કરીને પરત મુંબઈના પાલઘર તરફ જતા પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં પરિવારના ૭ પૈકી ૩ના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયાં હતા.

૧૦૮ એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્કયુ કરી ૪ ઈજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયાંથી ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.  પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્ષની ઉજવણી માટે ૬ જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્ષની ઉજવણી પછી પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ અને રાહત- બચાવની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh