Advertisement
Author: નોબત સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાનો નક્શો શેર કરીને લખ્યું 'સ્ટેટ ઓફ અમેરિકા'

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હાઈપર એક્ટિવ મોડમાં!

વોશિંગ્ટન તા. ૮: કેનેડાનો મેપ શેર કરીને ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ અમેરિકા લખતા કેનેડાના નેતાઓએ વળતો જવાબ આપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હાલમાં હાયપર એક્ટિવ મોડમાં છે. શપથ લેતા પહેલા જ તેમણે પોતાના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમના ઈરાદા સ્પષ્ટ છે કે તેઓ કેનેડાને અમેરિકાનું પ૧ મું રાજ્ય બનાવવા માટે મક્કમ છે. આ અંગે તેમણે બે નક્શા પર શેર કર્યા છે.

મળતી વિગતો મુજબ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે નક્શા શેર કર્યા છે. આમાંથી એક નક્શામાં તેણે કેનેડાને અમેરિકા બતાવ્યું છે, જ્યારે બીજા નક્શામાં તેણે કેનેડાને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. જેને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે અને કેનેડાના નેતાઓએ ટ્રમ્પને બેફામ જવાબો આપવનું શરૂ કર્યું છે.

કેનેડા વિશે સતત નિવેદનો આપી રહેલા ટ્રમ્પને જસ્ટિન ટ્રુડોએ પ્રથમ વખત જવાબ આપ્યો છે. કેનેડાના પીએમ ટ્રુડોએ રાજીનામાની જાહેરાત કરતા પહેલા કહ્યું છે કે, કેનેડા અમેરિકાનો હિસ્સો બનવાની કોઈ શક્યતા નથી. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા યુનાઈટે સ્ટેટ્સનો હિસ્સો બને તેવી કોઈ શક્યતા નથી.

આ ઉપરાંત કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. જોલીએ પણ ટ્રીટ કર્યું કે રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ટ્રમ્પની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેઓ સંપૂર્ણપણે સમજી શકતા નથી કે કેનેડા મજબૂત દેશ છે. આપણું અર્થતંત્ર મજબૂત છે. આપણા લોકો મજબૂત છે. ધમકીઓ સામે અમે ક્યારેય પીછહેઠ કરીશું નહીં.

કેનેડાના વિપક્ષના નેતા પિયરે પોલીવેરે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આપણે એક મહાન અને સ્વતંત્ર દેશ છીએ. અમે અમેરિકાના શ્રેષ્ઠ મિત્રો છીએ. અમે અમેરિકનોને અલ-કાયદા દ્વારા ૯/૧૧ ના હુમલાનો જવાબ આપવામાં મદદ કરવા માટે અબજો ડોલર અને સેંકડો જીવન ખર્ચ્યા. અમે અમેરિકાને અબજો ડોલરની ઉચ્ચ ગુણવત્તાની અને સંપૂર્ણપણે ભરોસાપાત્ર ઊર્જાઓ સપ્લાય કરીએ છીએ જે બજાર કિંમતો કરતા ઘણી ઓછી કિંમત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh