Advertisement
Author: નોબત સમાચાર

હમાસ બંધકોને છોડી નહીં મૂકે તો નરકના તમામ દરવાજા ખોલી નંખાશેઃ ટ્રમ્પ

માર-એ-લાગોમાં પ્રેસ કોન્ફરન્સ યોજી

વોશીંગ્ટન તા. ૮: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦મી જાન્યુઆરીના શપથ લેવાના છે. તે પહેલા તેમણે હમાસે ચિમકી આપી છે કે જો હમાસ બંધકોને છોડી નહીં મુકે તો નરકના તમામ દરવાજા ખોલી નંખાશે.

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ૨૦મી જાન્યુઆરીના શપથ લેવાના છે, તે પહેલા જ તેમણે હમાસને ચિમકી આપી છે. જો કે, ટ્રમ્પે એમ નથી કહ્યું કે જો હમાસ તેમના શપથ સુધી બંધકોને મુકત નહીં કરે તો તેઓ કેવા પ્રકારની કાર્યવાહી કરશે. માર-એ-લાગોમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે જો બંધકોને છોડવામાં નહીં આવે તો નરકના તમામ દરવાજા ખોલી દેવામાં આવશે. વધુમાં કહ્યું કે હું વાટાઘાટોની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માંગતો નથી પરંતુ જો બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં નરકના તમામ દરવાજા ખોલી કાઢવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ૭ ઓકટોબર ૨૦૨૩ના હમાસે કેટલાક અમેરિકન નાગરિકો સહિત ૧૦૦થી વધુ લોકોને બંધ બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યુ કે આ હમાસ માટે સારૃં નહીં હોય અને પ્રમાણિકપણે કહું તો કોઈના માટે સારૃં નહીં હોય બધું બરબાદ થઈ જશે. મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ બસ તેઓએ બંધકોને ઘણા સમય પહેલા જ છોડી દેવો જોઈતા હતા.

માર-એ-લાગો રિસોર્ટમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કેનેડાથી મેકિસકો, ગ્રીનલેન્ડથી પનામા સુધીના તમામ મુદાઓ પર પોતાની યોજનાઓ વિશે ખુલીને વાત કરી હતી. જયારે ટ્રમ્પે કેનેડા અને મેકિસકો પર પ્રતિબંધો લાદવાના તેમના આહ્વાનને પુનરાવર્તિત કરી તેમજ ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવવાને લઈને હમાસને પણ કડક ચેતવણી આપી દીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh