Advertisement
Author: નોબત સમાચાર

અજમાયશી નાયબ પોલીસ અધિક્ષકોને ફાળવવામાં આવ્યા નિયમિત ફરજના સ્થળ

પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં કરવામાં આવી નિમણૂકઃ

ખંભાળિયા તા.૮ : ગુજરાત રાજ્યમાં સીધી ભરતીથી બિનહથિયારધારી વર્ગ-૧માં ડીવાયએસપી તરીકે જોડાયેલા ૩૭ અજમાયશી નાયબ પોલીસ અધિક્ષકને ગઈકાલે રાજ્યના ગૃહવિભાગે જુદા જુદા શહેરોમાં નિમણૂક આપી છે. વર્ષ ૨૦૧૭, ૨૦૨૧ અને ૨૦રરની બેચના આ અધિકારીઓને તેમના ફરજના સ્થળ ફાળવવામાં આવ્યા છે. જામનગર તથા દ્વારકા જિલ્લામાં પણ બે અધિકારી મૂકાયા છે.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બિનહથિયાર ધારી વર્ગ-૧માં અજમાયશી ડીવાયએસપી તરીકે તાલીમ પૂર્ણ કરનાર અધિકારીઓને રાજયના જુદા જુદા શહેરોમાં નિમણૂક આપતો હુકમ કરાયો છે. જેમાં ૩૭ પ્રોબેશનલ ડીવાયએસપીને ચાર્જ સોંપવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં અજમાયશી ડીવાયએસપી તરીકે પ્રોબે. પિરિયડમાં રહેલા નયનાબેન ભીમાભાઈ ગોરડીયાને અમરેલી સ્થિત એસસીએસટી સેલમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપતો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે પાટણમાં અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક તરીકે રહેલા મીત વિરેશ રૂદલાલને જામનગરમાં એસસીએસટી સેલમાં ડીવાયએસપી તરીકે મૂકવામાં આવ્યા છે.

ખંભાળિયામાં લાંબા સમયથી એસસીએસટી સેલ ડીવાયએસપીની જગ્યા ખાલી પડી હતી ત્યાં ગિર સોમનાથથી વિસ્મય માનસાતાની નિયુક્તિ કરવામાં આવી છે.

દ્વારકા એસસીએસટી સેલમાં ડીવાયએસપી તરીકે મૂકાયેલા લોહાણા જ્ઞાતિના વિસ્મય માનસાતા મૂળ સાવર કુંડલાના વતની અને હાલ રાજકોટમાં રહેતા પરેશભાઈના પુત્ર અને એમએ કર્યા પછી ૨૦૧૯માં જીપીએસસીમાં પરીક્ષા પાસ કરી ગુજરાતમાં બારમા નંબરે મેરીટમાં આવ્યા હતા જે પછી ગિર સોમનાથમાં અજમાયશી નોકરી કરી દ્વારકા જિલ્લામાં નિયમિત પ્રથમ પોસ્ટીંગ મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh