Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળીના યુવરાજ, ધારાસભ્ય તથા ઉદ્યોગક્ષેત્રના અગ્રણી રહ્યા ઉપસ્થિત
જામનગર તા. ૮: શહેરના ગીતામંદિર ૫ાસે જામનગરમાં વસવાટ કરતા મૂળી ચોવીસીના પરમાર ક્ષત્રિય સમાજના પરિવારોનો ચતુર્થ પ્રતિભા સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલ મૂળી સ્ટેટના યુવરાજ રણજીતસિંહ પરમાર, ધારાસભ્ય રિવાબા જાડેજા તથા અગ્રણી ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજાએ શિક્ષણના માધ્યમથી સમાજને ઉન્નત થવા અને દેશના વિકાસમાં સહભાગી બનવા હાકલ કરી હતી. તેમજ આપણાં ભવ્ય ઈતિહાસમાંથી બોધપાઠ લઈ સમાજમાં એકતા જાળવવા અને પરસ્પર એકબીજાને મદદરૂપ થઈ સમગ્ર સમાજને સફળતાના શિખરો સર કરવા આહવાન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આતકે અતિથિ વિશેષ તરીકે જામનગર રાજપૂત સમાજ યુવા પ્રમુખ જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાની પણ પ્રેરક ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમ દરમિયાન વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાઓને તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઈનામો આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ સહદેવસિંહ પરમાર, મંત્રી રઘુવીરસિંહ પરમાર, સહમંત્રી કુલદીપસિંહ પરમાર, ખજાનચી મયુરસિંહ પરમાર, કારોબારી ગિરિરાજસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ પરમાર, અભિજીતસિંહ પરમાર, રામદેવસિંહ પરમાર, ક્રિપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરમાર ક્ષત્રિય સમાજ ગુજરાતના ઉપપ્રમુખ ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યું હતું. તેમજ બહોળી સંખ્યામાં મૂળી ચોવીસીના ભાઈઓ-બહેનો તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને દિપાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial