Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ શ્વાનના બચ્ચાને સ્કૂટી પાછળ બાંધીને ઢસડ્યું: ફિટકાર

સ્થાનિક પશુપ્રેમીએ ઈજાગ્રસ્ત આ ગલુડિયાને ખાનગી પશુ દવાખાનામાં સારવાર અપાવીઃ પ્રશંસનિય

જામનગર તા. ૮: જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક મહિલાનું અધમ કૃત્ય બહાર આવ્યું છે. મૂંગા પશુ એવા શ્વાનના બચ્ચાને સ્કુટી પાછળ દોરડેથી બાંધી ઢસડતા હોવાનો વીડિયો વાયરલ થતા ભારે અરેરાટી ફાટી નીકળી છે. સ્થાનિક પશુપ્રેમી દ્વારા ઈજાગ્રસ્ત ગલુડિયાને ખાનગી પશુ દવાખાનામાં સારવાર કરાવી આપી હતી. આ ક્રુર મહિલા તરફ ફિટકારની લાગણી વરસી રહી છે.

જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે અને મૂંગા પ્રાણી સાથેના અત્યાચરનો વીડિયો વાયરલ થયો છે. જેથી સંસ્કારી મહિલા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

ગઈકાલે દિવસ દરમિયાન ઉપરોક્ત મહિલાએ પોતાના સ્કુટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાનના બચ્ચા ગલુડિયાને દોરડેથી પોતાના સ્કુટીની પાછળ બાંધી દીધો હતો, અને ત્યારપછી સ્કુટી ચાલુ કરીને નિર્દોષ પાણી એવા ગલુડિયાને સ્કુટીની પાછળ ઢસેડ્યો હતો. જેમાં શ્વાનના બચ્ચાના બન્ને આગળના પગ ઢસડાયા હતાં, અને ઈજાગ્રસ્ત બનીને ચીસાચીસ કરી મૂકી હતી, જેને લઈને કેટલાક પશુપ્રેમીઓએ આ ઘટનાની નિંદા કરી હતી, અને સંસ્કારી મહિલા સામે ફિટકારની લાગણી વર્ષાવી હતી.

તે પછી એક પશુ પ્રેમી સ્થાનિક નાગરિકે શ્વાનના ઈજાગ્રસ્ત બચ્ચાને જામનગરના એક ખાનગી પશુ દવાખાનામાં લઈ જઈ તેની સારવાર કરાવડાવી હતી. ઉપરોક્ત મહિલા કે જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમજ તેના પતિ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે.

બીએનએસની કલમ ૩રપ હેઠળ 'સુઓમોટો' એક્શન જરૂરી

મુંબઈ પશુ સંરક્ષણ અધિનિયમ-૧૯પ૪, પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ ધારો-૧૯૬૦ તથા ધી પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ર૦૧૧ સહિતના વિવિધ કાયદા અન્વયે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ આ પ્રકારનું કૃત્ય કરવું એ ગુન્હો પણ બને છે. લગભગ ૧૪ જેટલા કાયદાઓનું વ્યાપક પ્રશિક્ષણ લોકોને આપવું જરૂરી છે. અત્યારે નવા બીએનએસ કાયદાની કલમ ૩રપ હેઠળ પણ પ્રાણીઓ પર ક્રૂરતા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. લોકલાગણી એવી છે કે આ વીડિયોની ખરાઈ કરીને સંબંધિત સરકારી વિભાગે તથા તંત્રે સુઓમોટો (સ્વયં) અનુસંધાન લઈને કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh