Advertisement
Author: નોબત સમાચાર

શહેરના વેપારીઓ દ્વારા રેંકડી - પાથરણાના દબાણો કાયમી માટે દૂર કરવા ઉગ્ર રજૂઆત

શિરદર્દ સમાન સમસ્યાનો ઉકેલ ક્યારે?

જામનગર તા. ૮: જામનગર શહેરમાં આવેલા બર્ધનચોક, દરબારગઢ, માંડવી ટાવર વિસ્તારો આવેલ છે, અને ત્યાં રેંકડા-પથારાવાળાઓ દ્વારા ગેરકાયદેસરના દબાણો કરવામાં આવેલ છે. જામનગર શહેરની મુખ્ય બજાર બર્ધનચોક છે, ત્યાં જો કોઈને ઈમરજન્સી સેવા જેમ કે ફાયરફાઈટર અથવા ૧૦૮ જેવી પાયાની અને ઈમરજન્સી સેવાઓની જરૂર પડે તો તે સેવાઓ આ ગરકાયદેસરના દબાણોના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી કોઈપણ પ્રકારે પહોંચી શકે તેમ નથી.

છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારના વેપારીઓ દ્વારા વારંવાર સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારના નિર્ણાયક પગલાં લેવામાં આવતા નથી.

બર્ધનચોક વ્યાપારી એસોસિએશનના નેજા હેઠળ વેપારીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ તથા સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. મ્યુનિ. કમિશનરને રૂબરૂ મળીને અનેક વખત રજૂઆતો કરી છે. રેલીઓ કાઢીને માંગણી કરી છે પણ ઊડાવ જવાબો જ આપવામાં આવે છે.

માંડવી ટાવર, બર્ધનચોક, દરબારગઢ વિસ્તારમાં હાઈકોર્ટ દ્વારા નો-હોકીંગ ઝોન જાહેર થયા છે, પણ ત્યાં જ અસંખ્ય દબાણો ખડકાયેલા રહે છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે બનાવેલ મૂતરડીને પણ ંદબાણકર્તા અને ભૂમાફિયાઓએ તોડી નાંખી છે, અને ત્યાં દબાણ કરી દીધા છે. આ વિસ્તારમાં નીકળતી યુવતીઓ-મહિલાઓની દબાણકર્તાઓ છેડતી કરતા અચકાતા નથી. લુખ્ખા શખ્સો અને અસામાજિક તત્ત્વો અહીં અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે. હાઈકોર્ટના આદેશ મુજબ લગાયેલા 'નો હોકીંગ ઝોન'ના બોર્ડ પણ આ દબાણકર્તા માથાભારે લોકોએ તોડી નાંખ્યા છે.

આ વિસ્તારમાં હાઈકોર્ટના આદેશનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા કડક પગલાં નહીં લેવાતા હોવાથી આ લોકો માટે કાયદાનું અસ્તિત્વ જ નથી તેવું વર્તન જોવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh