Advertisement
Author: નોબત સમાચાર

જલારામ મંદિર, હાપામાં ત્રિવિધ કાર્યક્રમ

જામનગર તા. ૮: જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે (શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ), ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સનાતન સંસ્કૃતિમાં વર્ણવેલી ગૌમાતાનું મહત્ત્વ આધુનિક સમયમાં લોકો સ્વીકારે તેવા હેતુથી આ વર્ષે પણ તા. ૧૪-૧-ર૦રપ, મકરસંક્રાંતિના શુભદિને સવારે ૯.૩૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ગૌચારા અન્નકોટ યોજવામાં આવ્યો છે. સાંજે ૬.૧પ વાગ્યે ગૌમાતાની આરતી કરવામાં આવશે. સંસ્થા દ્વારા વર્ષ-ર૦ર૧ થી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા સૌપ્રથમ વખત શ્રી જલારામ બાપા ચરિત્ર સત્સંગ તા. ૧પ થી તા. ૧૭ સુધી સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન યોજવામાં આવ્યો છે. વક્તા પ.પૂ. શાસ્ત્રીજી રમણીકભાઈ દવે (લંડનવાળા) સંતશ્રી જલારામ બાપાનું જીવનચરિત્ર સંભળાવશે.

તા. ૧૭ ના સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જલારામ સેવા ટ્રસ્ટ, હાપા દ્વારા તા. ૧૭-જાન્યુઆરી, ર૦૧૩ થી ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ યોજવામાં આવે છે. અન્નકોટના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh