Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય માર્ગ-પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ રાજ્યોના વાહનવ્યવહાર મંત્રીઓ સાથે યોજી બેઠક
નવી દિલ્હી તા. ૮: માર્ગ અકસ્માતમાં ઘાયલોને દોઢ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી નવી યોજનાની જાહેરાત માર્ચ સુધીમાં દેશભરમાં લાગુ થશે. વાહન અકસ્માતમાં ઘાયલોને ૭ દિવસ સુધી પ્રતિ દુર્ઘટના પ્રતિવ્યક્તિ ૧.પ૦ લાખ સુધીની કેશલેસ વિનામૂલ્યે સારવાર મળશે.
કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર માટે નવી યોજનાની જાહેરાત કરી છે. જો અકસ્માતના ર૪ કલાકની અંદર પોલીસને જાણ કરવામાં આવે તો આ સ્કીમ પીડિતાના ૭ દિવસ અથવા વધુમાં વધુ ૧.પ લાખ રૂપિયા સુધીના સારવારના ખર્ચને આવરી લેશે. હિટ એન્ડ રન કેસમાં મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારને ર લાખ રૂપિયા મળશે. આ યોજના દેશભરમાં લાગુ થશે અને રસ્તા પર કોઈપણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે.
આ જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી. ગડકરીએ અનેક રાજ્યોના પરિવહન મંત્રીઓ સાથેની બેઠક પછી આ માહિતી આપી હતી. તેમણે માર્ગ સલામતી, જુના વાહનોને સ્કેપિંગ અને ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ પોલીસ, હોસ્પિટલઅને રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓના સહયોગથી લાગુ થશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ઈ-વિસ્તૃત દુર્ઘટના રિપોર્ટ એપ્લિકેશનને એનએચએની લેવડદેવડ પ્રબંધન પ્રણાલી સાથે જોડવામાં આવશે. આ આઈટી પ્લેટફોર્મ દ્વારા સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે.
ગડકરીના કહેવા પ્રમાણે અમે આ કેશલેસ પ્રોજેક્ટને કેટલાક રાજ્યોમાં પાઈલોટ કર્યો હતો. અમને યોજનામાં કેટલીક નબળાઈઓ મળી. અમે તેમને સુધારી રહ્યા છીએ અને તે ચોક્કસપણ ફાયદાકારક રહેશે. ઘાયલોને સાત દિવસ સુધી પ્રતિ દુર્ઘટના, પ્રતિવ્યક્તિ વધુમાં વધુ દોઢ લાખ સુધીની સારવાર કેશલેસ મળશે.
ગડકરીએ જણાવ્યું કે આ યોજનાની શરૂઆત માર્ચ ર૦ર૪ માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચંડીગઢથી થઈ હતી. ત્યારપછી તેને છ અન્ય રાજ્યોમાં પણ લાગુ કરાઈ. પાયલોટ પ્રોજેક્ટનો હેતુ રોડ દુર્ઘટનાઓના પીડિતોને સમયસર તબીબી સારવાર આપવાનો હતો, જેનાથી અનેક લોકોના જીવ, ગડકરીએ રોડ દુર્ઘટનાઓની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ડ્રાઈવરોનો થાક પણ એક મોટું કારણ છે. સરકાર કોમર્શિયલ ચાલકો માટે કામના કલાકો નક્કીકરવા માટે શ્રમ કાયદાઓનો અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશમાં લગભગ રર લાખ ચાલકોની કમી છે, જેને દૂર કરવા માટે વિશેષ તાલિમ સંસ્થાન બનાવવામાં આવશે.
આ બેઠક દરમિયાન ગડકરીએ જણાવ્યું કે સરકાર વાહન ભંગાર નીતિને ઝડપથી લાગુ કરવા પર કામ કરી રહી છે. આ સાથે જ સમગ્ર દેશમાં પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી) ર.૦ લાગુ કરવામાં આવશે. બીએસ-૭ માપદંડોને લાગુ કરવાની સમયમર્યાદા અને પ્રદૂષણમાં ઘટાડો લાવવા ઉપર પણ ચર્ચા થઈ. દેશભરમાં ડ્રાઈવર તાલિમ સંસ્થાનોની સ્થાપના માટે નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે. જે હેઠળ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર ખોલવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત ઈ-રિક્ષાની સુરક્ષા સારી કરવા માટે વિશેષ નિયમ અને દિશાનિર્દેશ બનાવવામાં આવી રહ્યા છે.
માર્ગ અકસ્માતના ચિંતાજનક આંકડા ગડકરીએ માર્ગ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિક્તા ગણાવી હતી. ર૦ર૪ માં માર્ગ અકસ્માતમાં ૧.૮ લાખ લોકો જીવ ગુમાવશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમાંથી ૩૦,૦૦૦ લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા છે. બીજી ગંભીર બાબતએ છે કે ૬૬ ટકા મૃત્યુ ૧૮-૩૪ વર્ષની વયના યુવાનોમાં થયા છે.
ગડકરીએ કહ્યું કે, સ્કૂલ અને કોલેજોમાં પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ ન હોવાના કારણે ૧૦,૦૦૦ બાળકોના મોત થયા છે. ડ્રાઈવીંગ લાયસન્સ વગરના લોકો દ્વારા થતા અકસ્માતોમાં લગભગ ૩,૦૦૦ મૃત્યુ થયા છે. તેમણે દેશમાં ડ્રાઈવીંગ તાલીમ કેન્દ્રોની અછત અને રર લાખ ડ્રાઈવરોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, અમારી બેઠકનો મહત્ત્વનો એજન્ડા ડ્રાઈવીંગ ટ્રેનિંગ સેન્ટર હતો. આપણા દેશમાં રર લાખ ડ્રાઈવરોની અછત છે. અમે આ અંગે નવી નીતિ પણ બનાવી છે.
જુના વાહનોને સ્ક્રેપ કરવાના ફાયદા વિશે જણાવ્યું હતું અને જુના વાહનોને સ્ક્રેપ કરવાના ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, સ્ક્રેપિંગ ઓટોમોબાઈલ સેક્ટરને જબરદસ્ત વૃદ્ધિ આપશે, કારણ કે એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ અને પ્લાસ્ટિક રિસાયકલ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મારૂતિ સુઝુકીનું સ્ક્રેપિંગ સેન્ટર આમાંથી કેટલાક ભાગોને જાપાનમાં નિકાસ કરી રહ્યું છે. ટાયરના પાવડરમાં બિટયુમેન ભેળવવામાં આવી રહ્યું છે. આનાથી ગોળાકાર અર્થતંત્રનું નિર્માણ થશે અને દેશમાં રોજગારીની તકો ઊભી થશે.
ગડકરીએ કહ્યું કે, બિટ્યુમેનમાં ટાયર પાવડર ઉમેરવામાં આવી રહ્યો છે. તેથી તે ગોળ અર્થતંત્ર બનશે. સ્ક્રેપિંગ પોલિસી દેશમાં વધુ રોજગારીનું સર્જન કરશે. આનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને કુલ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો જીએસટી મળશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ ચાર મહિના પહેલા જાપાનને પાછળ છોડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ બની ગયો છે. ર૦૧૪ માં સરકારનો કાર્યભાર સંભાળતા સમયે ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ ૭ લાખ કરોડ રૂપિયા હતાં જે આજે વધીને રર લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial