Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદે સી.એમ.ને કહ્યું, "થેન્ક યૂ...!!!
જામનગર તા. ૮: જામનગર અને મોરબી જિલ્લાઓના રૂ. ૧૭૦૦ લાખથી વધુના રસ્તા-કોઝવેના કામોને મંજૂરી મળતા સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય અગ્રણીઓએ રાજય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જિલ્લાના કાલાવડ-બાલંભડી લો લેવલ રોડ રૂ. ૧૫ લાખ, કાલાવડ-વંથલી-ફલ્લા રોડ મેસોનરી સીડી રૂ. ૮૦ લાખ, જામનગર-લાલપુર-પોરબંદર રોડ પાઈપ ડ્રેઈન રૂ. ૧૨૦ લાખ, જામનગર-સમાણા ફુલનાથ રોડ કોઝવે રૂ. ૫૬૦/- લાખ, દુધઈ-ભીમકટા- જામસર-રણજીતપર- બાલંભા રોડ કોઝવે રૂ. ૧૩૦/- લાખ, મોટી ગોપ ઝીણવારી-ઈશ્વરીયા- વનાણા- નંદાણા- ધ્રાફા રોડ પાઈપ ડ્રેઈન રૂ. ૩૫ લાખ અને મોરબી જિલ્લાના ઉટબેટ શામપર-બેલા-મારણ રોડ કોઝવે રૂ. ૭૬૫ લાખ મળી એમ કુલ ૧૭૦૫ લાખના રોડ-રસ્તાના ડ્રેઈન અને કોઝવેના કામો મંજુર કરવા અંગેની આનુસાંગિક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર જિલ્લા માટે મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા વગેરે પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી અને જોબ નંબર મળતા જનસુવિધાના આ મહત્વના કામો માટેની આ રજૂઆતોને અનુલક્ષીને આ કામો મંજૂર થતા સંસદ સભ્ય પૂનમબેન માડમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદની અસરકાર આ રજૂઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદને બીરદાવ્યા છે.
જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર અને મોરબી તાલુકાના ઉકત મહત્ત્વના માર્ગોના ડ્રેઈન અને કોઝવેના કામો માટે રૂ. ૧૭૦૫ લાખના આ વિકાસ કામો સૈદ્ધાંતિક રીતે મંજુર થઈ જોબ નંબર મળતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને અવર-જવર માટે ખૂબ સાનુકુળતા થશે, તેમ સાંસદ પૂનમબેનમ માડમના કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial