Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જીએ દરરોજ એક ફયુઅલ સ્ટેશન વધારીને વિસ્તાર્યું રિટેલ નેટવર્ક

ચાલુ વર્ષે નવા ૪૦૦ ફયુઅલ સ્ટેશનનું લક્ષ્યઃ

મુંબઈ તા. ૮: નયારા એનર્જીએ દરરોજ એક ફ્યુઅલ સ્ટેશન ઉમેરીને રિટેલ નેટવર્ક વિસ્તાર્યું છે. ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ ફ્યુઅલ નેટવર્ક સમગ્ર ભારતમાં તેની રિટેલ હાજરી મજબૂત બનાવી રહૃાું છે. નયારા એનર્જી દરરોજ એક રિટેલ આઉટલેટ ઉમેરી રહી છે અને આ વર્ષે તેના નેટવર્કમાં ૪૦૦ ફ્યુઅલ સ્ટેશન્સ ઉમેરવાના માર્ગે છે

અગ્રણી ડાઉનસ્ટ્રીમ કંપનીઓ પૈકીની એક અને ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જી વિવિધ રાજ્યોમાં તેની હાજરીને વ્યૂહાત્મક રીતે વિસ્તીર રહી છે. ભારતભરમાં ૬,૫૦૦થી વધુ રિટેલ આઉટલેટ્સ સાથે નયારા એનર્જી તેના નેટવર્કમાં નવા રિટેલ આઉટલેટ્સ ઉમેરી રહી છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ અને રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાં સ્થિર રીતે વૃદ્ધિ કરી રહી છે.

કંપની આ વર્ષે ૪૦૦ રિટેલ આઉટલેટ્સ ઉમેરવાના માર્ગે છે. ભારતમાં આક્રમક વૃદ્ધિની તેની યોજનાઓને અનુલક્ષીને નયારા એનર્જીએ નવા ડીલર્સને ઓનબોર્ડ કરવા અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તેના ડીલર પ્રોગ્રામમાં નવેસરથી સુધારા કર્યા છે. ભારતમાં સૌથી નવી રજૂ થયેલી પેટ્રોલિયમ બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે નયારા એનર્જી ગ્રાહકોના આનંદ સુનિશ્ચિત કરવા માટે ફ્યુઅલ રિટેલિંગ કેટેગરીની નવેસરથી શોધ કરી રહી છે.

ગ્રાહકોને નયારા એનજીર્ના રિટેલ આઉટલેટ્સ ખાતે હંમેશા યોગ્ય ગુણવત્તા અને જથ્થાની બાંયધરી મળે છે. કેટેગરીમાં નવા બેન્ચમાર્ક સ્થાપતા નયારા એનજીર્ના ફ્યુઅલ સ્ટેશન્સ વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ ઓફર કરે છે જે હાઇ ક્વોલિટી ફ્યુઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ અને કન્વીનન્સ ઓફરિંગ સહિત ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારોમાં અને નેશનલ હાઇવે પર વ્યૂહાત્મક હાજરી સાથે નયારા એનજીર્ના ફ્યુઅલ સ્ટેશન્સ મેટ્રો સિવાયના ઊભરતા ભારતની આકાંક્ષાઓને વેગ આપતા માર્કેટપ્લેસીસ માટેની મહત્વની કડી છે.

વ્યૂહાત્મક વિસ્તરણ અંગે નયારા એનજીર્ના સીઈઓ એલેસેન્ડ્રો દ ડોરિડેસે જણાવ્યું હતું કે, "નયારા એનર્જી ભારતમાં સ્થિર રીતે આગળ વધી રહી છે અને નવા જમાનાનું ભારત સમૃદ્ધ બની રહૃાું છે ત્યારે અમારું માનવું છે કે આગામી શહેરોમાં અમારા ફ્યુઅલ રિટેલ નેટવર્કને વધારવું એ આ ઊભરતા અર્થતંત્રમાં વૃદ્ધિનો અભિન્ન ભાગ છે. અમારો અનોખી રીતે તૈયાર કરેલો ડીલર પ્રોગ્રામ ઉદ્યોગસાહસિકતામાં વધુ એવન્યુઝ ઊભા કરવામાં માને છે અને સુવિધાઓથી વંચિત બજારોમાં કનેક્ટિવિટી વધારીને અને મોબિલિટી વધારીને અમારા નેટવર્કમાં વૃદ્ધિ કરશે."

કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામ્સમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, નયારા એનર્જી ગ્રાહકો સાથેની તેના ઇન્ટરેક્શનની ગુણવત્તાને વધારવા માટે ચેટબોટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ દ્વારા ટેક્નોલોજીનો લાભ લઈ રહી છે. ભારતના વિશ્વનીય ઊર્જા ભાગીદાર બનવાની અને તેની પહોંચને વધુ આક્રમક રીતે વિસ્તારવા માટેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા નયારા એનર્જી હવે સમગ્ર ભારતમાં નવી ડીલરશીપને ફ્યુઅલ સ્ટેશનો ખોલવા માટે આમંત્રિત કરી રહી છે. જેમ જેમ નયારા એનર્જી તેના નેટવર્કમાં વધારો કરે છે, તેમ દરેક નવું ફ્યુઅલ સ્ટેશન એ રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતું એક હકારાત્મક પગલું છે જે મોબિલિટીને સક્ષમ કરીને અને સુવિધાઓથી વંચિત બજારમાં કનેક્ટિવિટી વધારશે.

નયારા એનર્જી તેના રિટેલ આઉટલેટ્સ પર આનંદદાયક અનુભવ બનાવવાનો પ્રયત્ન કરે છે અને ઊર્જા ક્ષેત્રે નવીનતા અને ગ્રાહક-સંચાલિત પહેલમાં મોખરે રહે છે. કંપની સતત નવીન કાર્યક્રમો અને ઓફરિંગ સાથે ગ્રાહક અનુભવને વધારવાનો પ્રયત્ન કરે છે, તેમ કંપનીની યાદીમાં વધુમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh