Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર, અમદાવાદ, અમરેલીમાં ૧૧ ડીગ્રી આજુબાજુ લઘુતમ તાપમાન રહ્યું
અમદાવાદ તા. ૮: ગુજરાતના ઘણાં વિસ્તારોમાં લઘુતમ તાપમાન સીંગલ ડીગ્રીમાં રહ્યું છે, તેમાં પણ નલિયા, ગિરનાર, રાજકોટમાં ૩ થી ૮ કિ.મી. વચ્ચે તાપમાન રહેતા જનજીવન ઠૂંઠવાયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી પારો સતત નીચે જાય છે, જેના કારણે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કચ્છના નલિયામાં ૩.ર ડીગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૩.૪ ડીગ્રી, રાજકોટમાં ૭.૩ ડીગ્રી, ડીસા ૮.૮, ભૂજ ૯.ર, જામનગર ૧૧, અમરેલીમાં ૧૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગઈકાલે ગિરનાર પર્વત પર ૧૦ ડીગ્રી તાપમાન રહ્યા પછી આજે સવારે તાપમાનનો પારો એક જ દિવસમાં ૬.૬ ડીગ્રી ઘટીને ૩.૪ ડીગ્રીએ સ્થિર થતાં સમગ્ર ગિરનાર પર્વત ઠંડોગાર થઈ ગયો હતો. તેના પરિણામે પર્વત પર પાણી બરફ જેવું થઈ ગયું હતું. એક જ દિવસમાં ૬.૬ ડીગ્રી ઠંડી વધતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકોની હાલત દયાજનક થઈ ગઈ હતી. જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારે લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી નોંધાયા પછી આજે સવારે ૬.૬ ડીગ્રી ઘટીને ૮.૪ ડીગ્રી નોંધાતા સીઝનની સૌથી વધુ ઠંડી અનુભવાય હતી. કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને સવારે ધુમ્મસનું પણ આક્રમણ થયું હતું. તેના પરિણામે ઠંડી વધુ કાતિલ બની હતી. સવારે ૭.પ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાતા વાતાવરણ બરફીલું થઈ ગયુ હતું. આજની ઠંડીના કારણે લોકોના રોજિંદા વ્યવહાર અને કામકાજ પર પણ અસર થઈ હતી.
ભાવનગર શહેરમાં લઘુતમ ડીગ્રીમાં વધુ એક ડીગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે. આજે બુધવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ઘટીને ૧ર.૬ ડીગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.
અમદાવાદમાં પણ સળંગ બીજા દિવસે ૧ર.૧ ડીગ્રી સરેરાશ લઘુતમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. બીજી બાજુ ગુજરાતના ૮ શહેરમાં ૧૩ ડીગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અમદાવાદમાં ૧ર.૧, વડોદરામાં ૧૧.૪, સુરતમાં ૧પ.પ, ભૂજમાં ૯.ર, કંડલા ૧ર.૪, દ્વારકામાં ૧૩.૮ અને વેરાવળમાં ૧પ.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું તાપમાન ૬ ડીગ્રી જેટલું ઘટ્યું છે.
હવામાન નિષ્ણાતોને મતે ગુરુવાર-શુક્રવારે ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે, અને ત્યારપછી ૧ર થી ૧૪ જાન્યુઆરીથી ફરી કડકડતી ઠંડીનો અનુભવ થવાની સંભાવના છે.
રાજ્યમાં બીજે જ્યાં ઠંડીનો ચમકારો વધારે અનુભવાયો તેમાં રાજકોટ, ભૂજ, ગાંધીનગર, દાહોદ, ડીસા, અમરેલી, ડાંગનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 'આગામી ૪૮ કલાક તાપમાનમાં ફેરફારની સંભવના નહીંવત્ છે. ત્યારપછી તાપમાનમાં ૩ ડીગ્રી જેટલો વધારો થઈ શકે છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial