Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈને આચાર્ય થવામાં રસ નથી
ખંભાળિયા તા. ૮: ગુજરાત રાજ્યમાં એકાદ હજાર જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી આચાર્યની જગ્યા ભરવા માટે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવતા ભરતી પ્રક્રિયા શરૂ થઈ જેમાં દ્વારકા જિલ્લામાં કામગીરી શરૂ થઈ.
દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા તથા શાળાઓમાં આચાર્યની જગ્યા માટે કામગીરી શરૂ થઈ હતી. જેમાં મોટા આસોટા તથા મેઘપર ટીટોડીની જગ્યા માટે એક પણ ઉમેદવારે પસંદગી બતાવી ન હોય, બાકીની તેર શાળાઓમાં આચાર્યોની જગ્યા માટે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થઈ હતી.
દ્વારકા જિલ્લાની ઓખા, બેટ દ્વારકા તથા જામરાવલની ગો.લી. હાથી તથા મ.જ. સૂચક શાળાઓમાં આચાર્યોની ભરતી હતી જેમાં નામો પણ પસંદગી ગયા હતાં પણ પસંદગી થયેલામાંથી એક પણ ઉમેદવાર હાજર ન થતાં ઈન્ટરવ્યૂમાં કોઈ ઉમેદવાર હાજર ના હોવાનું રોજકામ કરીને ઈન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ચારેય શાળામાં એક પણ ઉમેદવાર ન આવતા ખાલી જગ્યા રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે ઓખા ન.પા. સંચાલિત હાઈસ્કૂલમાં તેર વર્ષથી આચાર્યની જગ્યા ખાલી છે. બેટ દ્વારકામાં પણ વર્ષોથી ખાલી છે. જામરાવલની એકપણ શાળામાં નિયમિત આચાર્ય જ નથી.
આચાર્ય થયા પછી ઉ.પ.ધો.નો લાભ શિક્ષકને પણ મળે છે. આચાર્યને એક જ અને જવાબદારી ડબલ હોય, હવે આચાર્ય થવા બહુ ઉત્સાહી થતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial