Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકચાલક સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૮ : જામનગરના નાઘેડી ગામના પાટીયા પાસે ગઈ તા.૨ની સાંજે ઉભેલા એક પ્રૌઢને મોટર સાયકલે ઠોકર મારતા ફ્રેક્ચર થઈ જવાથી પ્રૌઢને દવાખાને ખસેડવામાં આવ્યા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી ગામમાં ગ્રીન વીલા સોસાયટીમાં રહેતા જયંતિભાઈ બેચરભાઈ ચૌહાણ નામના પ્રૌઢ ગયા ગુરૂવારે સાંજે છએક વાગ્યે નાઘેડી ગામના પાટીયા પાસે ઉભા હતા.
આ વેળાએ જીજે-૧૦-ડીકે ૨૪૦ નંબરના મોટરસાયકલના ચાલકે તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પ્રૌઢને સારવારમાં ખસેડાયા છે. તેમના પુત્ર ભવ્ય ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial