Advertisement
Author: નોબત સમાચાર

સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂ. ૮.૭૯ કરોડના વિવિધ વિકાસકામોને મંજુરી

જામનગર મહાનગર ૫ાલિકાની

જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની  બેઠક આજે ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ રૂ.૮.૭૯ કરોડના વિવિધ ખર્ચ અને રૂ.૧.૧૧ લાખની આવકની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખુમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,  કમિશનર ડી.એન.મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર (ટેક્સ)  જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહૃાા હતા. 

વિકેન્દ્રીત જિલ્લા આયોજન મંડળની  સંસદ સભ્ય અને  ધારાસભ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે જામનગર શહેર વિસ્તારમાં આર.સી.સી. બેન્ચીઝ સપ્લાય કરી ફીટ કરવાના કામ માટે રૂ. ૩૦ લાખ ,  બી - ૫૧૩૦૫ બિલ્ડીંગ મેઈનન્ટેનન્સ-સ્વભંડોળમાં જોગવાઈ કરી આપવા અંગે કમિશ્નરની  દરખાસ્ત  સ્વભંડોળ કેપીટલ હેડે ખર્ચ બુક કરવાનું મંજુરી આપવામાં આવી હતી.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની વર્ષ ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૩ પટેલ કોલોની શેરી નં. ૧૨ માં પી.એન. માર્ગથી નવી કોર્ટ બિલ્ડીંગ થઈને ગાંધીનગર સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ.૨૭૭.૪૯ લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૨-૨૩ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ સાઉથ ઝોન વોર્ડ નં. ૧૬ હર્ષદમીલ ચાલી ના છેડે થી કિર્તી પાન થી ટીટોડીવાડી તરફ જતા ડી.પી. રોડ કેનાલ સુધી સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂ.૧૦.૩૯ લાખના ખર્ચની દરખાસ્તને મંજુર રાખવામાં આવી હતી.

  સિવિલ ઇસ્ટ ઝોન વોર્ડ નં. ૧૦ માં રાધાકૃષ્ણ પાર્કમાં આવેલ જગ્યા દલપતરામ હરખજી ત્રિવેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટની જગ્યામાં કોમ્યુનીટી હોલ બનાવવા ના કામ અંગે રૂ.૧૫ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા નોર્થ ઝોન (વોર્ડ નં. ૨,૩ અને ૪) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા)ના કામ માટે રૂ.૧૫ લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારી થી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામે માટે રૂ.૨૦ લાખનું ખર્ચ મંજુર કરાયુ હતું.

જામનગર શહેરના જોલી બંગલા પાસે આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ગાર્ડનમાં ફેન્ચાઈસી આઉટલેટ માટેની જગ્યા પાંચ વર્ષના લીઝ પિરિયડ પર આપવાના કામ અંગે કમિશ્નરની દરખાસ્ત મંજુર કરવામાં આવતા આ દરખાસ્તથી મહાનગરપાલિકાને રૂ.૧.૧૧ લાખની વાર્ષિક  આવક થશે.

જામનગર શહેરમાં નોર્થ ઝોન (વોર્ડ નં. ૧ થી ૪) અને વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૫ થી ૮)માં આવેલ કાર્યરત ભુગર્ભ ગટર નેટવર્ક સાથે ટેકનીકલ રીતે જોડી શકાય તેવા આવશ્યક/જરૂરિયાત મુજબના અલગ-અલગ વિસ્તારોની શેરીમાં ભૂગર્ભગટર પાઈપ લાઈન નાખવાના કામ માટે રૂ.૩૧.૫૨નુ લાખ તેમજ જામનગર મહાનગર સેવા સદનના ફાયર સ્ટાફ તથા સિકયોરીટી સ્ટાફ તથા વર્ગ-૩ અને વર્ગ - ૪ તેમજ સફાઈ કામદારો માટે યુનિફોર્મ ખરીદી કરવા વર્ષ ૨૦૨૪-૨૫ નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટના કામ અંગે રૂ. ૨૦ લાખ મંજુર રાખવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માં લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણૂક આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક ૬ માસ માટે આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું.

સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશ્યાલીસ્ટ અને એમ.આઈ.એસ. સ્પેશ્યાલીસ્ટની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણૂક આપવા અંગે  કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક ૧૧ માસ માટે આપવાનું તથા   સોલીડ વેસ્ટ શાખાના કર્મચારી ઝીણા વીરા પરમાર, (ડ્રાઇવર)ને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય મળવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ.૭૫,૦૦૦ની મર્યાદામાં આર્થિક સહાય આપવાનું મંજુર રખવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવનમાં એકસ આર્મી મેન ગાર્ડ તથા મહિલા ગાર્ડની સેવાઓ અંગે રૂ.૬.૬૭ લાખ મંજુર માન્ય રાખવામાં આવ્યું હતું

મનોજકુમાર જે. ભટ્ટ તથા અન્ય ૧૨ (બાર) કર્મચારીઓ કે જેઓ દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ કુલ ટાઇમ ચોકીદાર ક્રમ પટ્ટાવાળા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અલગ-અલગ રીટપીટીશન દાખલ કરેલ જેના હુકમ મુજબ તેઓને ટર્મીનલ બેનીફીટ વિગેરે આપવા બાબતે કમિશ્નરની  દરખાસ્ત અન્વયે હાઇકોર્ટના ચુકાદા મુજબ ધોરણસર ના હકક હિસ્સા કુલ ૧૭ ચોકીદારને ચુકવવા અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવાયો હતો.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ પાર્ટ ટાઇમ પટ્ટાવાળાઓને નિયમિત કરવા સબંધેના ઔધોગિક અદાલતના હુકમ સામે સંસ્થા દ્વારા  હાઇકોર્ટમાં કરેલ પેન્ડીંગ અપીલ દરમ્યાન વિવાદનું સમાધાન કરવા અંગેની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ઔધોગીક અદાલતના હુકમ મુજબ ધોરણસરના હકક હિસ્સા ચુકવવા અંગે સમાધાન કરવા અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવાયો હતો.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સિવિલ નોર્થ ઝોન વોર્ડ નં. ૩ માં પટેલ કોલોની શેરી નં. ૧૨ માં પી.એન. માર્ગ થી નવી કોર્ટ બિલ્ડીંગ થઈ ગાંધીનગર થઇ માજોઠીનગર રેલ્વે ટ્રેક પુલીયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂ.૪૫૧.૭૯ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું

 આમ આજની સ્ટેન્ડિંગ  કમિટીની બેઠક માં કુલ રૂપિયા  રૂ.૮.૭૯ કરોડના ખર્ચ અને રૂ.૧.૧૧ લાખની આવકની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh