Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરબારગઢમાંથી લારીઓ અન્યત્ર ખસેડવાની નોટીસ અપાઈ
રાવલ તા. ર૩: જામ-રાવલમાં નગરપાલિકાએ દરબારગઢમાં ઉભતી શાકભાજીની લારી વાળાઓને નોટીસ આપીને અન્ય સ્થળે તેની લારીઓ રાખીને વેચાણ કરવાની સૂચના આપ્યા પછી રાવલ શાકભાજી એસોસિએશને આજે બંધ પાળ્યો હતો. આ કારણે દરબારગઢમાં દરરોજ જોવા મળતી ભીડ જોવા મળી ન હતી. અને નગરમાં શાકભાજીની અછત પણ સર્જાઈ હતી. નગરપાલિકાની નોટીસના વિરોધમાં પળાયેલા બંધમાં શાક માર્કેટની અંદરની શાકભાજીની તમામ દુકાનો તથા પથારાવાળાઓ પણ જોડાયા હોવાથી આજે રાવલમાં શાકભાજીનું વેચાણ સદંતર બંધ રહ્યુું હતું. પરંતુ બપોર થતા તેનો ઉકેલ શોધીને સમાધાન કરાયું હતું. રેંકડીઓ રસ્તા પર અવરોધક ન બને અને ગંદકી કે ભીડભાડ ન થાય તેવી રીતે રાખવા સંમત્તિ સધાઈ હતી. નગરપાલિકાના પ્રમુખ દતાઈબેન રાણાભાઈ જમોડ અને ચીફ ઓફિસર ભીખાભાઈ પરમારની મધ્યસ્થી પછી હડતાલ સમેટાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial