Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી માતાના મઢ (કચ્છ) જવા પદયાત્રિકો રવાના

જય હિંગળાજ પદયાત્રિ સંઘ દ્વારા ૧૨ મા વર્ષે પદયાત્રાનું આયોજનઃ

જામનગરના જય હિંગળાજ પદયાત્રિ સંઘ દ્વારા હાલારી ભાનુશાળી જ્ઞાતિ તથા કિશાન ચોક મિત્ર મંડળના સહકારથી ૧૧ વર્ષથી આસો નવરાત્રિ નિમિત્તે જામનગરથી માતાના મઢની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૧૨મા વર્ષે પદયાત્રા યોજાઈ છે. આ વર્ષે મહિલાઓ વૃદ્ધો સહિત ૧૦૦ જેટલા પદયાત્રિકોએ શુભમુહૂર્તમાં જામનગરથી પ્રસ્થાન કર્યું હતું. ભાનુશાળી જ્ઞાતિના આગેવાનો તથા વિવિધ રાજકીય-સામાજિક અગ્રણીઓ દ્વારા પદયાત્રિકોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સંઘપતિ રાજેશભાઈ પ્રાગજીભાઈ લખીયર સહિતના આયોજકો દ્વારા પદયાત્રિકોની સુવિધા માટે પીવાના પાણીની બે રિક્ષા તથા એક ફોર વ્હીલર અને એક ટુ-વ્હીલર યાત્રામાં જોડવામાં આવ્યા છે. કોઈ પદયાત્રિકોની તબિયત લથડે અથવા યાત્રા પૂરી કરવા સમર્થ ન હોય તો તેમને પ્રાથમિક સારવાર આપવાની તથા બસ વડે જામનગર પરત મોકલવાની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા રાખેલ છે. ભાદરવા વદ પાંચમના જામનગરથી રવાના થયેલ પદયાત્રિ સંઘ પરંપરાગત રીતે અમાસના માતાના મઢ પહોંચે અને પ્રથમ નોરતાના ર્માં આશાપુરાના દર્શન કરે એવા નિર્ધાર સાથે માતાજીના જયઘોષ સાથે પદયાત્રિકો કચ્છ તરફ આગળ વધી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh