Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીટીશન કાઢી નાખવાનો હાઈકોર્ટનો હુકમઃ
જામનગર તા. ર૩: જામનગરના એક તરૂણને પોલીસ મથકમાં માર મારવામાં આવ્યો હોવાની હાઈકોર્ટમાં કરાયેલી પીટીશનમાં હાઈકોર્ટે એસપીને તપાસનો હુકમ કર્યાે હતો. જેમાં જ્યારે મારામારી થઈ ત્યારે તે સ્થળે આ તરૂણની હાજરી હોવાના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થતાં હાઈકોર્ટમાં રજૂ થયા હતા. તેના આધારે હાઈકોર્ટે પીટીશન કાઢી નાખવાનો હુકમ કર્યાે છે.
જામનગરના નવાગામ ઘેડમાં થોડા મહિનાઓ પહેલાં થયેલી એક તકરારની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હામાં પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવાયેલા એક તરૂણને પોલીસે માર માર્યાની હાઈકોર્માં પીટીશન કરવામાં આવી હતી.
તે પીટીશનમાં જણાવાયા મુજબ બનાવ સમયે આ તરૂણ બનાવના સ્થળે હાજર ન હોવાની વિગત પણ હાઈકોર્ટને આપવામાં આવી હતી. તેની તપાસ જિલ્લા પોલીસવડાને કરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યાે હતો. તે પછી એસપીએ શરૂ કરેલી તપાસમાં બનાવના સ્થળે આ તરૂણની હાજરી હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસને પ્રાપ્ત થયા હતા.
તે ફૂટેજ સાથે જિલ્લા પોલીસવડાએ હાઈકોર્ટમાં પ્રત્યુત્તર રજૂ કરતા હાઈકોર્ટે તે પીટીશન કાઢી નાખવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial