Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી મૂળુભાઈ દ્વારા એક વિતરણઃ
ખંભાળીયા તા. ર૩: તાજેતરમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિમાં માલધારી સમાજ રબારી, ભરવાડ વિગેરેને મોટું નુકસાન થયું હોય થરાના મહંત શ્રી ઘનશ્યામપુરી, બાપુ, કાનદાસ, બાપુના મહંત શ્રી મુનાબાપુ, મુળવાનાથ જગ્યાના મહંત શ્રી બાલારામ બાપુ તથા અગ્રણી રાજુભાઈ સરસીયા તથા અગ્રણીઓ દ્વારા પીડિત ૬૦ પરિવારોને રૂા. આઠ લાખથી વધુ રકમની સહાય કરવામાં આવી હતી.
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પીડિત પરિવારોને ચેક વિતરણ કરાયા હતા તથા રબારી, ભરવાડ, માલધારી સમાજ દ્વારા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાનું માલધારીની પરંપરાગત ટોપી તથા બંડી પહેરાવીને ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial