Advertisement
Author: નોબત સમાચાર

ત્રણબત્તી પાસે આવેલી દુકાન અંગે દાવો કરાયા પછી વાદી પક્ષે ખેંચી લીધો પરત

દાવાના નિર્ણય પહેલાં જ કરાઈ પાછીપાનીઃ

જામનગર તા. ર૩: જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલી એક દુકાન અંગે તેના માલિકોએ અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવામાં પ્રતિવાદી પક્ષના વકીલે દલીલો રજૂ કર્યા પછી દાવાનો નિર્ણય થાય તે પહેલાં વાદી પક્ષે પોતાનો દાવો પરત ખેંચ્યો છે.

જામનગરના ત્રણબત્તી વિસ્તાર પાસે આવેલી રણજીત આર્યન એન્ડ હાર્ડવેર નામની દુકાન અબ્દુલહુસેન ઈસુફઅલી ગાંધીએ ભાડે આપી હતી. તે દુકાનમાં તોડપાડ કરી કાયમી પ્રકારનું બાંધકામ કરી લેવાયાની રાવ સાથે મુખત્યાર નુરૂદ્દીન બદરૂદ્દીન મોદીએ કોર્ટમાં દાવો કર્યાે હતો.

તે દાવો રદ્દ કરવા માટે પ્રતિવાદી રણજીત આર્યન એન્ડ હાર્ડવેર તરફથી રોકાયેલા વકીલે દલીલો કરી હતી અને દાવો લાવવા કોઈ કારણ જ ઉત્પન્ન થતું નથી અને કાયમી પ્રકારના બાંધકામની વિગતો પણ પુરવાર થતી નથી તેવી દલીલ કરાતા અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી હતી. તે દરમિયાન વાદી પક્ષે પોતાનો દાવો પરત ખેંચી લીધો છે. પ્રતિવાદી પક્ષ તરફથી વકીલ મહેશ તખ્તાણી, જીતેશ મહેતા, સંજના તખ્તાણી, મૂર્તુઝા મોદી, મનિષા ભાગવત, રીના રાઠોડ, પૂજા રાઠોડ, કિંજલ સોજીત્રા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh