Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનોરંજન લાયસન્સ માટે માંગી હતી લાંચઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક પોલીસ કર્મચારીએ મનોરંજન લાયસન્સ અંગે અભિપ્રાય આપવા માટે મહેનતાણમાં રૂા.૪ હજાર માંગ્યાની ફરિયાદ ૧૩ વર્ષ પહેલાં એસીબીમાં કરાઈ હતી. એસીબીએ છટકુ ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં આરોપીને દોઢ વર્ષની કેદ અને રોકડનો દંડ ફટકારાયો છે.
જામનગરના પંચેશ્વર ટાવર રોડ પર ચાની હોટલ ચલાવતા એક આસામીની મનોરંજન લાયસન્સ મેળવવા માટે ૧૩ વર્ષ પહેલાં અરજી આપી હતી. તે અરજી અન્વયે અભિપ્રાય આપવા માટે અરજીને સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં મોકલવામાં આવી હતી. તે પછી પોલીસકર્મી સુનિલભાઈ વિનોદભાઈ રાવલ તેની ચકાસણી માટે ગયા હતા.
આ પોલીસ કર્મચારીએ દુકાનદાર પાસે લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા એસીબી સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું તેના ભાગરૂપે વિપુલ હોટલ પાસે રૂા.૪ હજાર સ્વીકારી રહેલા સુનિલ રાવલને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. એસીબીએ ગુન્હો નોંધી આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષ દ્વારા રજૂ કરાયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી પોલીસ કર્મચારી સુનિલ વિનોદરાય રાવલને તકસીરવાન ઠરાવી દોેઢ વર્ષની જેલની સજા અને રૂા.૧ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial