Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના ચારબારા ગામ પાસે મોટરમાં લઈ જવાતી દારૂની ૬૦ બોટલ પકડાઈ

બે શખ્સ ઝડપાયા, બેના નામ ઓકાવાયાઃ

સલાયા તા. ૨૩: સલાયા નજીક ચારબારા ગામથી બેહ ગામ વચ્ચે પસાર થતી મોટરને સલાયા પોલીસે રોકાવી ચેક કરતા તેમાંથી ૬૦ બોટલ દારૂ મળ્યો હતો. જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે અને બેના નામ મળ્યા છે.

દેવભૂમિ દ્વારકાના સલાયા મરીન પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જુગાર અને પ્રોહીબીશન કેસને ડામવા ઈન્ચાર્જ પીઆઈ સીંગરખીયાની આગેવાનીમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

સલાયા મરીન પોલીસના હેડ કોન્સ. ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ અને વિપુલ ડાંગરને બાતમી મળી હતી કે, ચારબારા અને બેહ ગામના રોડ પરથી જીજે-૩૧-એન ૧૯૯૫ નંબરની ઈકો પસાર થઈ રહી છે. તેમાં દારૂ છે આ મોટરને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી અંગ્રેજી શરાબની ૬૦ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ સાથે જામનગરના પિયુષ મનોજભાઈ દાણીધારીયા, રમેશ ભીમશીભાઈ પારીયાની ધરપકડ કરી છે. આ શખ્સોએ સપ્લાયર બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા તથા રઘુવીરસિંહ જેઠવાના નામ પોલીસ સમક્ષ ઓકી નાખ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh