Advertisement
Author: નોબત સમાચાર

મોટરના શો-રૂમ પાસેથી બાઈકની ચોરી એસટી ડેપોમાંથી મોબાઈલ ચોરાઈ ગયો

નવા બનતા પુલ નીચેથી મોટરસાયકલની ઉઠાંતરીઃ

જામનગર તા. ૨૩: જામનગરના હાપા પાસે આવેલા મોટરના એક શો રૂમ પાસેથી એક આસામીનું હીરો મોટરસાયકલ ઉપડી ગયું છે. જ્યારે સાતરસ્તા પાસે નવા બનતા પુલ નીચે એક આસામીએ રાખેલા બાઈકની ઉઠાંતરી થઈ છે. બસમાં મુસાફરી કરવા માટે એસટી ડેપોમાં આવેલા આણંદ જિલ્લાના ભરોડા ગામના વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ સેરવાઈ ગયો છે. પોલીસે ત્રણે ગુન્હાની તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા અને જામનગર નજીકના હાપા પાસે એક મોટરના શો રૂમમાં નોકરી કરતા ભરતભાઈ મોહનભાઈ અટારા નામના આસામીએ ગઈ તા.૧૦ની રાત્રે પોતાનું જીજે-૧૦-કે ૮૧૫૩ નંબરનું હીરો મોટરસાયકલ શોરૂમની બહાર મૂકયું હતું. તે રૂા.૧૦,૦૦૦ની કિંમતનું મોટરસાયકલ રાત્રિના સમયે ત્યાંથી ચોરાઈ ગયાની ભરતભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રાણી શીપના ઢાળિયા પાસે વસવાટ કરતા મૂળ કાલાવડ તાલુકાના માછરડા ગામના બટુકસિંહ અમરસિંહ રાઠોડ નામના આસામીએ ગઈ તા.૧ની રાત્રે અગિયારેક વાગ્યે જામનગરના સાતરસ્તા સર્કલથી આગળ આવેલા નવા બનતા પૂલ નીચે પોતાનું જીજે-૧૦-સીઆર ૭૩૯૨ નંબરનું રૂા.૩૦,૦૦૦ની કિંમતનું મોટર સાયકલ મૂક્યું હતું. ત્યાંથી કોઈ શખ્સ આ વાહનને હંકારી ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આણંદ જિલ્લાના ભરોડા ગામમાં રહેતા કાંતિભાઈ અંબાભાઈ પટેલ નામના ૭૦ વર્ષના વૃદ્ધ ગઈ તા.૧૫ની સાંજે છએક વાગ્યે જામનગરના એસટી ડેપોમાં પ્લેટફોર્મ નંબર એક પાસે બસની રાહ જોઈને ઉભા હતા. ત્યારે તેમના શર્ટના ખિસ્સામાંથી કોઈ શખ્સ રૂા.૮૦૦૦ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ સેરવી ગયો હતો. તેની કાંતિભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh