Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી ફાયનાન્સ પેઢીને રૂા.૧૩ કરોડનો ચૂનો ચોપડનાર રઝાક સોપારીની ધરપકડ

૩૬ ટ્રકના લોનના હપ્તા ન ભર્યાની કરાઈ હતી રાવઃ

જામનગર તા. ર૩: જામનગરની ફાયનાન્સ પેઢી પાસેથી ૩૬ ટ્રક લોન પર મેળવ્યા પછી કુખ્યાત રઝાક સોપારી અને તેની ગેંગે રૂા.૧૩ કરોડની બાકી લોન ન ભરી ફાયનાન્સ કંપનીને ઠેંગો બતાવી દીધાની ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં પોલીસે રઝાક સોપારીનો જેલમાંથી કબજો મેળવી પૂછપરછ હાથ ધરી છે.

જામનગરના રઝાક દાઉદ ચાવડા ઉર્ફે સોપારી અને તેની ગેંગના શખ્સોએ ખાનગી ફાયનાન્સ પેઢી પાસેથી લોન પર ટ્રક મેળવ્યા પછી બાકીના હપ્તા નહીં ભરી ફાયનાન્સ પેઢીને નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ટોળકીએ ૩૬ ટ્રકની લોન નહીં ભરપાઈ કર્યાની વિગતો બહાર આવી હતી.

આ ગેંગના ૧૨ શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ ગુન્હામાં રઝાક સોપારીને પકડવાનો બાકી હતો તે શખ્સનો શનિવારે સિટી બી ડિવિઝન પોલીસે જેલમાંથી કબજો મેળવ્યો છે. તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh