Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેકટ્રીક સાધનો તથા છ ઢાંકણા ચોરાઈ ગયાઃ
જામનગર તા. ૨૩: ધ્રોલના સણોસરા ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપમાં એકાદ મહિના પહેલાં તસ્કરે હાથફેરો કર્યાે હતો. અંદરથી સીસીટીવી કેમેરા, મોનીટર સહિતના ઈલેકટ્રીક સાધનો અને પેટ્રોલ-ડીઝલની ટેંકના છ ઢાંકણા મળી કુલ રૂા.દોઢેક લાખ ની મત્તાની ચોરી કરી લીધી હતી. પેટ્રોલપંપના મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલા ઓમ પેટ્રોલ પંપમાં ગયા મહિનાની ર૪ તારીખની સાંજના પાંચ વાગ્યાથી તા.૬ સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ચોરી થયાની રાજકોટમાં રહેતા અને આ પંપમાં મેનેજરની ફરજ બજાવતા અર્જુનભાઈ દેવજીભાઈ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના પેટ્રોલપંપમાં દરવાજો ખોલી કોઈ શખ્સ અંદર આવ્યા પછી મુખ્ય ઓફિસની બારીનો કાચ તોડી અંદર ઘૂસી ગયો હતો. આ શખ્સે કોમ્પ્યુટરનું મોનીટર, સીસીટીવી કેમેરાનું ડીવીઆર, રૂા.૮૦ હજારની ઈલેકટ્રીક પેનલ, સ્ટેબીલાઈઝર, યુપીએસ, ચાર સીસીટીવી કેમેરા, એસીનું આઉટડોર, વોટર પ્રેસર પંપ તથા લોખંડના ૬ ઢાંકણા મળી કુલ રૂા.૧,૪૯,૫૦૦ની મત્તા ઉઠાવી લીધી હતી. એક મહિના પહેલાના આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી શકમંદોના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial