Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેમસંબંધ બંધાયા પછી યુવતીના પાડ્યા હતા ફોટાઃ
જામનગર તા. ર૩: જામનગરની એક યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યા પછી અંગત પળોના કેટલાક વાંધાજનક ફોટા એક શખ્સે સોશિયલ મીડિયા પર વાયરલ કરી તે યુવતીની બદનામી કરી હતી. તેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા પછી સાયબર ક્રાઈમ ટીમે ધ્રોલના ખેંગારકા ગામના આરોપીને પડધરીમાંથી પકડી પાડ્યો છે.
જામનગરની એક યુવતી અને ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના ચિરાગ અશોકભાઈ મકવાણા નામના શખ્સ વચ્ચે બેએક વર્ષ પહેલાં પરિચય થયા પછી પ્રેમસંબંધ બંધાયો હતો. આ યુગલ વચ્ચે સહમતીથી શરીરસંબંધ બંધાયો ત્યારે ચિરાગે અંગત પળોના કેટલાક ફોટા પાડી લીધા હતા.
ત્યારપછી ચિરાગે તે ફોટા ઈન્ટરનેટ પર વાયરલ કર્યા હતા. તેની જાણ થતાં યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ અંગે પીઆઈ આઈ.એ. ધાસુરા તથા સ્ટાફના પ્રણવ વસરા, વિક્કી ઝાલા વગેરેએ શરૂ કરેલી તપાસમાં આરોપી ચિરાગ મકવાણાનું પડધરી લોકેશન હોવાની વિગત મળી હતી. ત્યાં ધસી ગયેલી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે આરોપીને દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial