Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તિજોરી કચેરીના ચાર પેટા હિસાબનીશ-સબઓડિટરોની બઢતી સાથે બદલી

રાજ્યમાં ૧૩૯ તિજોરીકર્મીઓની બઢતી-બદલીના આદેશ થતા

ગાંધીનગર તા. ૨૩: ગુજરાત રાજ્યની હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ૧૩૯ પેટા હિસાબનીશ-સબ ઓડિટરની બઢતી-બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના સબ ઓડિટર રેખાબેન ડી. નંદાણીયાની જામનગર તિજોરી કચેરીમાં જ નાયબ હિસાબનીશ તરીકે નિમણૂક થઈ છે. જ્યારે પેટા હિસાબનીશ મનોજકુમાર વી. કોટેચાની નાયબ હિસાબનીશ તરીકે મોરબીમાં બઢતી સાથે બદલી થઈ છે. જામનગરના પેટા હિસાબનીશ રમેશકુમાર એન. શીરની બઢતી સાથે બદલી સિક્કા નગર પાલિકામાં નાયબ હિસાબનીશ તરીકે જ્યારે પેટા હિસાબનીશ મયુર જે. મકવાણાની નાયબ હિસાબનીશ તરીકે કાલાવડ નગરપાલિકામાં બઢતીના આદેશ થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh