Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના આસામી સામે હતો આક્ષેપઃ
જામનગર તા. ૨૩: જોડિયામાં રહેતા એક આસામી સામે આઠ વર્ષ પહેલાં અને સાત વર્ષ પહેલાં વીજચોરી કરવા અંગે કોર્ટમાં બે જુદી જુદી ફરિયાદ કરાઈ હતી. તે બંને કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જોડિયામાં વસવાટ કરતા અનવર જુણેજા નામના આસામીને ત્યાં ગઈ તા.૨-૮-૧૬ અને તા.૨૩-૩-૧૭ના દિને બે વખત વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. બંને વખત આ આસામી વીજચોરી કરતા ઝડપાયાનો અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો. ત્યારપછી આ આસામી સામે કોર્ટમાં બે અલગ અલગ કેસ કરવામાં આવ્યા હતા. તે બંને કેસ ચાલી જતાં અદાલતે આરોપી અનવર સુલેમાન જુણેજાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી, રાજેશ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial