Advertisement
Author: નોબત સમાચાર

ઈમ્પેકટ 'નોબત' : અંતે.. નવનિર્મિત જામનગર તાલુકા પંચાયત ભવનને ખુલ્લુ મૂકાયુ ખરું...!

જામનગર તા. ર૩: જામનગરમાં પત્રકાર કોલોની પાસે જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડીંગ અત્યંત જર્જરીત થઈ જવાથી રૂા. ત્રણેક કરોડના ખર્ચે નવું જ બિલ્ડીંગ બનાવાયું હતું પણ ચાર-ચાર મહિનાથી આ નવું બિલ્ડીંગ કોઈપણ અગમ્ય કારણોસર કે પછી સત્તાધારી ભાજપની કથિત અંદરોઅંદરની હૂંસાતુંસીના કારણે લોકાર્પણ થતું ન હતું. આ મુદ્દે નોબતના તા. ૭ સપ્ટેમ્બરના અંકમાં જામનગર તાલુકા પંચાયતને લોકો માટે વ્હેલી તકે ખુલ્લુ મુકાય તે અંગે સરકારનું અને સ્થાનિક નેતાગીરીનું ધ્યાન દોર્યું હતું.

અંતે... આજે જામનગર તાલુકા પંચાયતનું લોકોના નાણામાંથી નિર્માણ થયેલ તાલુકા પંચાયત ભવન કાર્યરત થઈ જવાથી અરજદારો, ગ્રામજનો તેમજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને અનુકૂળતા થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh