Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોટા, વીડિયો વાયરલ કરવાની અપાઈ હતી ધમકીઃ
જામનગર તા. ર૩: ધ્રોલની એક યુવતીએ રાજકોટના ડોકટર તથા તેના ભાઈના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી. તે યુવતીના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ધ્રોલ શહેરમાં રહેતી એક યુવતી ૫ાંચેક વર્ષ પહેલાં રાજકોટના ડો. પાર્થ દીપકભાઈ જોબનપુત્રા અને તેના ભાઈ મૌલિક ઉર્ફે મીતના પરિચયમાં આવી હતી. આ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બંને ભાઈએ સંબંધ કેળવ્યો હતો અને પ્રેમજાળમાં ફસાવી આ યુવતીના કેટલાક વાંધાજનક ફોટા અને વીડિયો બનાવ્યા હતા. ત્યારપછી ફોટા તથા વીડિયો વાયરલ કરવાની ધમકી અપાતી હતી.
આ શખ્સોએ તે યુવતીના આધાર કાર્ડ, પાનકાર્ડ, એટીએમ વગેરે પણ લઈ લીધા હતા. આ ત્રાસથી કંટાળી જઈ તે યુવતીએ રાજકોટની માધાપર ચોકડી પાસે એક ઈમારતમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની ફરિયાદ યુવતીના માતાએ પોલીસમાં નોંધાવી છે. રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial