Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેસીબીની મદદથી કાટમાળને માટીમાં દબાવીને ઢાંકપિછોડાનો પ્રયાસ નિષ્ફળ
પટણા તા. ૨૩: બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી થતાં નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પણ પાણીમાં ગયો છે.
બિહારમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા હતાં. થોડા દિવસ પહેલાં આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ ધરાશાયી થયો છે.
આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો અને ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરૂ થઈ ગઈ હતી. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે સર્જાઈ હતી.
સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યું હતું. રવિવારે મોડી સાંજે ૨ પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનકથી સ્પેન નીચે પડી ગયો. આ દુર્ઘટના પછી ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ છે.
જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે જેસીબીને બોલાવવામાં આવ્યું હતું. જેસીબીએ રાત્રે પુલના કાટમાળને માટીમાં દબાવી દીધું. તંત્ર આ સમાચારને છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેદરકારી સંતાડવા માટે તંત્રએ આ પગલું ઉઠાવ્યું હતું.
જો કે સ્પેન પડવાથી નીતિશકુમારના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ સવાલ ઉડવા લાગ્યા છે. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કાર્ય ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. ૨૦૧૧ માં પુલનો પાયો નાખવામાં આવ્યો હતો. ૧૬૦૩ કરોડના ખર્ચે બનનાર આ પુલનું કાર્ય ૨૦૧૬માં જ પૂરૃં થવાનું હતું પરંતુ ૧૦૦૦ કરોડથી વધુ ખર્ચ થવા છતાં પુલનું ૬૦ ટકા કામ જ થઈ શક્યું છે. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટમાં ગણવામાં આવે છે. જો કે પુલ બન્યા પહેલાં જ ધરાશાયી થઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial