Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં રિક્ષાનો વ્યવસાય બરાબર ન ચાલતા યુવાનનું વિષપાનઃ મૃત્યુ

વિપ્ર યુવાને અકળ કારણથી ઝેર પી જિંદગી ટૂંકાવીઃ

જામનગર તા. ૨૩: જામનગરના અંંધાશ્રમ પાસે રહેતા એક વિપ્ર યુવાને અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી સારવારમાં તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના માતાનું નિવેદન નોંધી આત્મ હત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. જ્યારે કલ્યાણ પુરના ભાટીયામાં રિક્ષાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી એક યુવાને વિષપાન કર્યંુ હતું. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના અંધાશ્રમ પાસે આવેલા આવાસમાં રહેતા પ્રિતેશભાઈ મનહરભાઈ સુર નામના ૪૧ વર્ષના વિપ્ર યુવાને ગઈ તા.૫ના દિને પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી.

આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેઓનો ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના માતા ગીતાબેન મનહરભાઈ સુરે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી આત્મ હત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં હરસિદ્ધિ સોસાયટીમાં વસવાટ કરતા જોધાભાઈ કરશનભાઈ વરમલ (ઉ.વ.૪૫) નામના ગઢવી યુવાન રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા હતા. તેમાં થોડા દિવસથી વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી ચિંતા અનુભવતા રહેતા જોધાભાઈએ ગઈ તા.૧૮ની બપોરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh