Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના પેન્શનરોને વિલંબથી જમા કરાવેલી પગારપંચની રકમ પર વ્યાજ નહીં અપાયાની રાવ

હાઈકોર્ટના આદેશનો ઉલાળીયો કરીને

જામનગર તા. ૨૩: હાઈકોર્ટના ચુકાદા મુજબ છઠ્ઠા પગારપંચની મોડી જમા કરાવેલ રકમ ઉપર વ્યાજ ચૂકવવા આદેશ થયો હતો. જેની અમલવારી કરાવામાં આવી નથી. આથી અદાલતી આદેશના ઉલ્લંઘન અંગે અરજી કરવામાં આવશે તેવી ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા પેન્શનર મંડળના પ્રમુખ કનુભા ઝાલાએ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે રાજ્ય સરકારના કર્મચારીના ધોરણે મહાનગરપાલિકાના કર્મચારીને સ્કેટ ટુ સ્કેલ છઠ્ઠા પગાર પંચ મુજબ પગારધોરણ આપવા ૨૦૦૯માં મંજુર થયું હતું. જેમાં તફાવતની રકમ જીપીએફમાં જમા કરાવવાની હતી તે રકમ જમા કરાવવા અંગે હાઈકોર્ટમાં રીટ થઈ હતી.

જે અંગે રકમ મોડી ચૂકવવાના કેસમાં ૬ ટકા વ્યાજ સાથે ચૂકવણું કરવા આદેશ થયો હતો. આ અંગે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગવામાં આવતા જવાબ અપાયો હતો કે ચૂકાદાની નકલ મળી ગઈ છે પરંતુ અમલવારી અંગે તો કોઈ જવાબ અપાયો નથી. જો વ્યાજ ચૂકવણીની કાર્યવાહી સત્વરે કરવામાં નહીં આવે તો કોર્ટના આદેશના અનાદર અંગે ફરિયાદ કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh