Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસેથી ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને દસ વર્ષની ફટકારાઈ કેદની સજા

રૂા.૧ લાખનો દંડ ભરવા અદાલતનો આદેશઃ

જામનગર તા. ર૩: ખંભાળિયા-દ્વારકા માર્ગ પરથી પાંચ વર્ષ પહેલાં પોલીસે એક શખ્સને રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈજતો પકડી પાડ્યો હતો અને ૧૯૭૫ ગ્રામ ગાંજો કબજે કર્યાે હતો. આ કેસ ચાલી જતાં આરોપીને અદાલતે દસ વર્ષની કેદની સજા અને રૂા.૧ લાખનો દંડ ફટકાર્યાે છે.

ખંંંભાળિયા-દ્વારકા માર્ગ પર એક રિક્ષામાં ગાંજાની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પરથી ગઈ તા.૨૬-૬-૧૯ના દિને પોલીસે વોચ રાખી હતી. જેમાં તાલબ ઈસ્માઈલ થૈયમ નામનો શખ્સ રિક્ષા સાથે મળી આવ્યો હતો.

તેની રીક્ષાની તલાશી લેવાતા તેમાંથી ૧૯૭૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી તાલબ ઈસ્માઈલ થૈયમને તક્સીરવાન ઠરાવી દસ વર્ષની કેદની સજા અને ૧ લાખનો દંડ ફટકાર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh