Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોતાના વિસ્તારમાં ગટરનું અસ્તિત્વ શોધનારને રૂા. પ૧ હજારના ઈનામની જાહેરાત
સ્થાનિક કોર્પોરેટર અસ્લમ ખીલજીએ શાખાના અધિકારીને બોલાવી રોજકામ કરાવ્યુ
જામનગર તા. ર૩: જામનગરમાં ભૂગર્ભ ગટર શાખામાં ભ્રષ્ટાચારના કારણે ગટરની સફાઈ થતી નથી. અરે પોતાના વિસ્તારમાં ગટરનું અસ્તિત્વ શોધી આપનારને રૂા. પ૧ હજારનું ઈનામ આપશું તેવી પણ જાહેરાત સ્થાનિક કોર્પોરેટર અસ્લમ ખીલજીએ કરી છે.
તેમણે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી અને ભૂગર્ભ ગટર શાખાના અધિકારીને શનિવારે સ્થળ ઉપર બોલાવી રોજકામ કરાવ્યું હતું. આ રજુઆતમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ થતી જ નથી. ભૂગર્ભ ગટરનો હેતુ એ હતો કે, ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય પરંતુ બધુ પાણી નદીમાં ભળે છે નદીના પાણી જમીનમાં ભરે છે જે પાણી લોકો પીવામાં ઉપયોગ કરે છે અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, અહિ રીવરફ્રન્ટની વાતો થાય છે પરંતુ કોઈ અધિકારી ફરકર્યા પણ નથી.
ભારે વરસાદ પછી ચોતરફ પાણી ભરાયા, ભૂગર્ભ ગટરો જામ થઈ ગઈ પરંતુ આજ સુધી સફાઈ કરવામાં આવી નથી. માત્ર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર જ થયો છે.
અધિકારી અને કોન્ટ્રાકટરની મીલી ભગતનું પાપ સ્થાનિક રહેવાસીઓ ભોગવી રહ્યા છે. આથી જવાબદાર અધિકારી સામે વિજીલીયન્સની તપાસ કરાવવી જોઈએ અને જરૂર પડ્યે કમિશનરની ચેમ્બર પાસે ધરણા કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.
ભૂગર્ભ ગટર માટે ૧પ૦ કરોડનો ખર્ચ થયો છે તેમાં પાઈપ-કુંડીમાં ક્ષમતા મુજબ ટેન્ડરથી ડીઝાઈન વિરૂદ્ધ પાઈપ નાખવામાં આવ્યા છે. જેની પણ તપાસ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial