Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે વિશ્વસ્તરે મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
જયપુર તા. ર૩: ગઈકાલે જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઈન્ડિયા-ર૦ર૪ માં અમદાવાદની રિયા સિંઘાએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો છે, અને હવે તેણી વિશ્વકક્ષાએ ભાગ લેશે.
ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા ર૦ર૪નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઈવેન્ટમાં ગુજરાતની ૧૯ વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા ર૦ર૪નું ટાઈટલ જીત્યું હતું. અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા ર૦૧પ ઉર્વશી રૌતેલાએ તેને 'તાજ મહેલ' ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા વિશ્વ લેવલ પર મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે.
રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણી શાળાના દિવસોથી જ મોડેલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ ર૦ર૩ નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ ર૦ર૩માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.
રિયાની મોટી જીત પછી તેણે કહ્યું કે આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા ર૦ર૪નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું. અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા ર૦૧પ ઉર્વશી રૌતેલા આ ઈવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યકત કરતા કહ્યું હતું કે, ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.
રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા જીત્યા પછી, ઉર્વશી રૌતેલાએ તેને તાજ પહેરાવ્યો. ઉર્વશી રૌતેલાએ ૧૦ વર્ષ પહેલા આ તાજ જીત્યો હતો. તે ર૦૧પ માં મિસ યુનિવર્સ ઈન્ડિયા બની હતી. આવી સ્થિતિમાં અભિનેત્રી આ ઈવેન્ટમાં જજ તરીકે પહોંચી હતી અને રિયા જીત્યા પછી, તેણે આ તાજ પોતાના હાથથી રિયાના માથા પર શણગાર્યો હતો. આ દરમિયાન અભિનેત્રી ઘણી ખુશ દેખાઈ હતી, મીડિયા સાથે વાત કરતી વખતે તેણે રિયાને પ્રોત્સાહિત પણ કર્યું હતે કહ્યું કે, તે પણ એવું જ અનુભવી રહી છે જેવી બધી છોકરીઓ અનુભવી રહી છે. તેમણે આશા વ્યકત કરી હતી કે આ વર્ષે મિસ યુનિવર્સનો તાજ ફરીથી ભારત આવશે. તેણે અન્ય તમામ સ્પર્ધકોની મહેનતની પણ પ્રશંસા કરી.
મિસ યુનિવર્સ ઈન્ડિયા ર૦ર૪નો તાજ જીતનાર રિયા સિંઘાની ગુજરાતની રહેવાસી છે અને એક શાનદાર મોડલ પણ છે. તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના ૪૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. તે તસવીરોમાં તેની બોલ્ડનેસ અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial