Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જળહળ-ઈન્ડિયન સ્કીમરનું થયું આગમન

ચોમાસાના અંતે દેખાતું આ પંખી ચાંચ ચલાવી માછલીનો શિકાર કરે છે

વરસાદની મૌસમના અંતે સમયે ક્રમશઃ જામનગરના મહેમાન બનતા જળહળ (ઈન્ડિયન સ્કીમર) ચોમાસું પૂર્ણ થતા મોટી સંખ્યામાં આવે છે. આ વર્ષે પણ આગમન થયું છે. અખંડ ભારતની મોટી નદીઓના રેતાળ પટ કે કાંઠા પર એપ્રિલથી જુન દરમ્યાન સંવનન અને સંવર્ધન કરી જુલાઈથી ઓગષ્ટ દરમ્યાન ફરી ગુજરાતના પશ્ચિમના દરિયાકાંઠા કે દરિયાની ભીની જમીનો તરફ આગમન કરે છે. છીછરા પાણીના તળાવોમાં પાણીની સરફેસ પર કાતરની જેમ ચાંચ ચલાવી માછલીના શિકાર કરતા હોવાથી આ ભારતીય પક્ષીને જળહળ તરીકે ઓળખવામાં આવે છે. ચંબલ સહિતની મોટી નદીઓમાં તેમના ઈંડાનો કૂતરા અને રેતી માટે ચાલતા ભારેખમ વાહનો અને તેમના રહેઠાણોમાં માનવ વસાહતોનો પગપેસારો આ પક્ષીના સંરક્ષણમાં અડચણરૂપ હોવાથી આપણા આ પક્ષીની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી હોવાથી તે જોખમમાં મુકાયેલ પક્ષીઓની યાદીમાં મૂકવામાં આવેલ છે. હાલમાં ભારત અને પાકિસ્તાનમાં આ પક્ષીની સંખ્યા ૬ થી ૧૦ હજારની હોવાનો રિપોર્ટ છે. ખાસ કરીને ભારતના બીજા રાજ્યોમાંથી જામનગર તરફ આવી પ થી ૬ માસ જેટલો સમય ગાળતા હોય આ પક્ષીની સુરક્ષા માટે વહીવટી તંત્ર અને વન વિભાગએ સંયુકત રીતે આ પક્ષીના રહેઠાણ અને ખોરાકના જળાશયો સુરક્ષિત કરવા નક્કર આયોજન અને પગલા લેવા જરૂરી છે અન્યથા આવતા દિવસોમાં ભારતનું  આ પક્ષી લુપ્ત થશે તેમાં કોઈ શંકા નથી. ભારતની બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા આ પક્ષીઓના આવા ગમન અને અંદાજીત સંખ્યાની જાણકારી માટે કેટલાક પક્ષીઓને ટેગ લગાવવામાં આવેલ છે જેના કારણે આ પક્ષીની મહદ્અંશે જાણકારી મેળવી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh