Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ શખ્સે ૧૭ લાખ ઉપરાંતની રકમ પડાવી લીધીઃ
જામનગર તા. ૨૩: કાલાવડના મોટી વાવડી ગામમાં આવેલી ખેતીની ૨૧ વીઘા જમીન ખરીદવા નગરના એક આસામીએ તજવીજ કર્યા પછી ત્રણ શખ્સે મૂળ માલિકોને જાણ કર્યા વગર જ વેચાણ કરાર કરાવી ખરીદનાર પાસેથી રૂા.૧૭ લાખ ૧૧ હજાર મેળવી લીધા હતા. તે બાબત ધ્યાને આવતા ખરીદનાર આસામીએ ત્રણેય સામે પોલીસમાં છેતરપિંડી-વિશ્વાસઘાત અંગે ફરિયાદ કરી છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વતની અને હાલમાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામ નજીક ગ્રીન વીલા-૩માં રહેતા રાજાભાઈ દેવાભાઈ નંદાણીયા નામના પ્રૌઢે કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં આવેલી અશોકભાઈ દોંગા તથા દેવશીભાઈ દોંગાની રે.સ.નં. ૬૮ વાળી ખેતીની ૨૧ વીઘા જગ્યા ખરીદવા તજવીજ કરી હતી.
તે દરમિયાન ગ્રીન વીલામાં જ રહેતા રમેશભાઈ ચનાભાઈ કરમુર તથા ગોકુલનગરવાળા ઘનશ્યામસિંહ સોઢા, ખારા બેરાજા ગામના મનસુખ ભીખાભાઈ ભરવાડનો સંપર્ક થયો હતો. આ શખ્સોએ અશોકભાઈ તથા દેવશીભાઈની જાણ બહાર જમીનનો બનાવટી વેચાણ કરાર કરવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ તથા ફોટા લગાડી ખોટા દસ્તાવેજ તૈયાર કરાવી નોટરી સમક્ષ રજૂ કર્યા હતા અને મૂળ માલિકોની ખોટી સહી કરી રાજાભાઈ પાસેથી રૂા.૧૭,૧૧,૦૦૦ લઈ લીધા હતા. ત્યારપછી રાજાભાઈને છેતરાઈ ગયાની જાણ થઈ હતી. તેઓએ પોતાની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરી જવા અંગે રમેશ કરમુર, મનસુખ ભરવાડ, ઘનશ્યામ સિંહ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી ત્રણેય શખ્સની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial