Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો અને વડીલોને ફ્રી એન્ટ્રીઃ
જામનગર તા. ર૩: જામનગરમાં જસ્ટ મોજ ગ્રુપ દ્વારા તા. ર૮-૯-ર૪ ને શનિવારે રાત્રે ૮ કલાકે શિવાલિક શાઈન, લાખાબાવળમાં વેલકમ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના આવકારની એક-રાત્રિના ઉત્સવ અંગે જસ્ટ મોજના સ્થાપક કલ્પેશ ખગ્રામ જણાવે છે કે, પરિવારનું સામાન્ય માળખું વિચારી અમે એવું નક્કી કર્યું કે, ૧૦ વર્ષથી નીચેના બાળકો અને ૬૦ વર્ષથી ઉપરના વડીલોને ફ્રી એન્ટ્રી આપવી પાસ મેળવવા મો.નં. ૯૦૮૧ર ૩પ૪૦૦ પર તથા વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.
સંસ્કૃતિક અને શક્તિના આ ઉત્સવમાં સુરતથી ખાસ પ્રિયેશ હિરપરા અને એમના સાથી કલાકારો જામનગરની ગરબા પ્રેમી જનતાને ઢોલીના તાલે ઝૂમાવશે. 'નોબત' સાથેની વાતમાં જસ્ટ મોજના સ્થાપક મિલન ગણાત્રા જણાવે છે કે, આવે ત્યારે ખેલૈયા મોજ કરવા જવું છે, એમ વિચારીને આવે અને જાય ત્યારે મોજ પડી ગઈ એમ બોલી ઉઠે એવા વિચાર સાથે જ અમે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ.
વરસાદની આગાહીને લઈને સ્થાપક ડો. કેતન કારિયા હસતા-હસતા કહે છે. સોશિયલ મીડિયા પર આગાહીને લઈને પાસ વિશેષના ઘણાં ટૂચકાઓ ફરી રહ્યા છે, એ વિશે અમે કાર્યક્રમ કેન્સલ થાય તો સો ટકા રિફંડનો નિર્ણય કર્યો છે. અલબત વરસાદના કિસ્સામાં આયોજન કોઈ નવી તારીખ પર આયોજીત કરવામાં આવે એ વિકલ્પ પણ વિચારવામાં આવશે. નવરાત્રિનું આયોજન કરવામાં જસ્ટ મોજ પરિવાર ઉત્સાહથી કાર્યરત થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે હિતેશ અનડકટ, ચેતન નાખવા, દર્શિલ રવાણી, ચંદ્રેશ કોટેચા, પુનિત શાહ, દિપક ભાનુશાળી, વંદન તન્ના, રાહુલ ગણાત્રા, અશોક શેઠિયા, જતિન આશર, સંજય શર્મા, મુકેશ સાયાણી, સિદ્ધાર્થ મહેતા જસ્ટ મોજ પરિવારના સક્રિય સભ્યો છે અને સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
'નોબત' આ ઈવેન્ટના મીડિયા પાર્ટનરની ભૂમિકા નિભાવી રહ્યું છે. તેમજ વેન્યુ પાર્ટનર તરીકે શિવાલિક શાઈન અને પ્રિન્ટ પાર્ટનર તરીકે રાજ ડિઝાઈન્સ જોડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial