Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબીમાં રહેતા બે સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ર૩: જામનગરના એક મહિલાના નિકાહ ૨૦ વર્ષ પહેલાં મોરબીમાં સીપાઈવાસમાં થયા પછી દસેક વર્ષથી તેણી પિયર રિસામણે આવી ગયા છે. આ પરિણીતાને જેઠ તથા દિયરે ત્રાસ આપી ગાળો ભાંડી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા આ મહિલાએ પોલીસનું શરણું લીધુ છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી અકબરશા મસ્જિદ પાસે રહેતા સમીમબાનુ એહમદહુસેનમિયા કાદરી નામના મહિલાના નિકાહ વર્ષ ૨૦૦૪માં મોરબીમાં રહેતા મોહમ્મદ સિદ્દીકમિંયા મદનમિંયા કાદરી સાથે થયા પછી આ પરિણીતા છેલ્લ દસેક વર્ષથી રિસામણે પિયર આવી ગયા હતા.
તે દરમિયાન સમીમબાનુના સસરા મદનમિંયાનું અવસાન થયું હતું. ત્યારે પણ તેણીને સાસરા પક્ષે આવવા દીધા ન હતા અને ગયા જુન મહિનામાં સમીમબાનુના પતિનું પણ નિધન થયું હતું. ત્યારે પણ સાસરા પક્ષે સમીમબાનુને પતિનું મ્હોં જોવા આપ્યું ન હતું.
ત્યારપછી સમીમબાનુને જેઠ અબ્દુલરસીદ મદનમિંયા તથા દિયર સિકંદર મદનમિંયા કાદરીએ શારીરિક તથા માનસિક ત્રાસ આપી ગાળો ભાંડી હતી અને આ પરિણીતાને પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવતા તેણીએ જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દિયર તથા જેઠ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial