Advertisement
Author: નોબત સમાચાર

હાલારના પંચાયત વિભાગના ચાર મદદનીશ ઈજનેરોની બદલી

રાજ્યમાં ૧૦૯ મ.ઈ.ની. બદલીના આદેશ

ગાંધીનગર તા. ર૩: ગુજરાત સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા રાજ્યના પરંપરાગત વિભાગના ૧૦૯ મદદનીશ ઈજનેર તથા અધિક મદદનીશ ઈજનેરની બદલીના આદેશો કરવામાં આવ્યા છે.

જેમાં હાલારના બન્ને જિલ્લામાંથી ચાર ઈજનેરોની અન્યત્ર બદલી થઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલના પંચાયત માર્ગ મકાન પેટા વિભાગના મદદનીશ ઈજનેર નીલરાજસિંહ પી. બારડની બદલી બનાસકાંઠા જિ.પં.માં થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તેમના પર ખાનગી કોન્ટ્રાકટર પેઢીના માણસોના હુમલાનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું અને પેઢી બ્લેક લીસ્ટેડ થઈ હતી. જ્યારે જામજોધપુર માર્ગ મકાન પેટા વિભાગના મદદનીશ ઈજનેર એમ.બી. પટેલને નવસારી જિ.પં.માં મૂકાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના મ.ઈ. કુ. નકસુમા વાય. કપડવંજીની રાજકોટ જિ.પં.માં તથા મ.ઈ. રાહુલ વી. પંચાલની સાબરકાંઠા જિ.પં. માં થઈ છે.

હાલારના બન્ને જિલ્લામાંથી ચાર મ.ઈ.ની. બદલી થઈ પણ તેની સામે ઉનાથી જામનગર જિ.પં.માં મ.ઈ. બ્રિજેશ આર. વસરાની અર્થાત્ માત્ર એકની જ નિયુક્તિ થઈ છે.

જિલ્લા પંચાયત વર્તુળોમાં ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે જામનગર જિ.પં.માં મહિલા સદસ્યો, મહિલા ચેરમેનોના પતિદેવોના ત્રાસના કારણે તથા ખોટા કામો કરાવવાના દબાણના કારણે કોઈ ઈજનેર જામનગર આવવા તૈયાર નથી !!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh