Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપેણ બંદરના શખ્સ સામે ગુન્હોઃ
જામનગર તા. ૨૩: દ્વારકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી શુક્રવારે રાત્રે પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બન્યા પછી તેણીનું એક શખ્સે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકા શહેરમાં રહેતા એક ૫રિવારની સગીર વયની પુત્રી ગયા શુક્રવારે રાત્રે પોતાનો પરિવાર નિદ્રાધીન થયો તે પછી રાત્રિના એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ઘરમાંથી ક્યાંક ચાલી ગઈ હતી.
આ તરૂણી ગુમ હોવાની બીજા દિવસે સવારે જાણ થયા પછી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન આ તરૂણીને રૂપેણ બંદર પર રહેતો કાનજી નરશીભાઈ વાંઝા ઉર્ફે કાનો નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી નસાડી ગયો હોવાની જાણ થતાં આ સગીરાના બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial