Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળનો મામલો વધુ ગરમાયોઃ રાજકીય ઉથલ પાથલ
નવી દિલ્હી તા. ર૩: તિરૂપતિ લડ્ડુ પ્રસાદમનો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે અને પ્રસાદના લાડુ માટે ભેળસેળના મુદ્દે રાજકીય ઉથલપાથલ વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ આ મુદ્દે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવતા મામલો વધુ ગરમાયો છે.
સુબ્રહમણ્યમ સ્વામીએ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ પ્રસાદમમાં પશુ ચરબીના ઉપયોગ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે મળતી માહિતી મુજબ, સુબ્રમણ્યમ સ્વામીએ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ પ્રસાદમમાં ભેળસેળ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના મામલે હવે સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ પીઆઈએલ દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવેલ ભેળસેળના આરોપોની તપાસની માંગ કરી છે. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એનડીએ વિધાનસભ્ય દળની બેઠક દરમિયાન તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. જો કે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય ભાષણબાજી ગણાવી છે.
લેબના રિપોર્ટને ટાંકીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે મંદિરના પ્રસાદમમાં વપરાતા શુદ્ધ ઘીમાં પ્રાણીઓની ચરબી જોવા મળે છે. આ ઉપરાંત પ્રસાદ બનાવવામાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારથી દેશમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે.
તિરૂપતિ લડ્ડુ પ્રસાદમ્ વિવાદ પર, તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના કાર્યકારી અધિકારી શામલા રાવે કહ્યું, એક સંવેદનાત્મક પેનલની સ્થાપના કરવામાં આવી છે જે સુગંધ, સ્વાદ અને ટેકસચરના પરિણામો પર ખાદ્યપદાર્થોના નમૂનાઓનું મૂલ્યાંકન કરશે ભગવાન વેંકટેશ્વર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ દરમિયાન આવી શકે તેવી કોઈપણ ત્રુટિઓ દૂર કરવા માટે, ટીટીડી દર વર્ષે ભકતોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે એક દિવસીય પવિત્રોત્સવનું આયોજન કરે છે અને તેઓ શાંત ચિત્તે સંપરોક્ષા અને શાંતિ હોમ પ્રાર્થના કરે છે નું આયોજન કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે દેવાલયની પવિત્રતા પુનઃ સ્થાપિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ત્રણ મહિનામાં ટીટીડીમાં પ્રથમ વખત ઘીમાં ભેળસેળની તપાસ કરવા માટે એક સિસ્ટમ સ્થાપિત કરી છે. અમે કયારેય બ્રહ્મ પ્રયોગશાળાઓમાં ઘીની ભેળસેળની તપાસ કરી નથી અમે પ્રથમ વખત તપાસ શરૂ કરી છે. જો કોઈ ભેળસેળનો માલ સપ્લાય કરવાનો પ્રયાસ કરશે, તો અમે સ્વાભાવિક રીતે તેને બ્લેકલિસ્ટ કરીશું અને ઈન-હાઉસ લેબ સ્થાપવાનો પ્રયાસ કરીશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial