Advertisement
Author: નોબત સમાચાર

પાતા મેઘપર ગામના વૃદ્ધને હાર્ટએટેક

ગોપી તળાવ પાસે હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુઃ

જામનગર તા. ૨૩: કાલાવડના પાતા મેઘપર ગામના એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે દ્વારકા નજીકના ગોપી તળાવ પાસેથી એક અજાણ્યા પ્રૌઢ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. તેઓનું પણ હૃદય રોગથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે બંને અપમૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં રહેતા રણછોડભાઈ ડાયાભાઈ ઠુમ્મર નામના ૭૫ વર્ષના વૃદ્ધ શનિવારે સાંજે પોતાના ખેતરે હતા. ત્યારે અચાનક છાતીમાં દુખાવો થવા લાગતા આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે માર્ગમાં જ  તેઓનું મૃત્ય નિપજતા હાર્દિક જયેશભાઈ ઠુમ્મરે પોલીસને જાણ કરી છે. પોલીસે આ વૃદ્ધનું હૃદયરોગના કારણે મૃત્યુ થયાનું નોંધી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં શામળાસર ગામ પાસે ગોપી તળાવ પાસેથી ગઈકાલે સાંજે પચ્ચાસેક વર્ષના લાગતા એક પ્રૌઢ બેભાન જેવી હાલતમાં જોવા મળતા તેજાભા સાજણભા માણેકે પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પોલીસે આ પ્રૌઢને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh