Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫૬ ફિલ્મોના ૫૩૭ ગીતમાં કર્યા ૨૪ હજાર ડાન્સ મુવ્સ
હૈદરાબાદ તા. ૨૩: મેગાસ્ટાર ચિરંજીવીએ છેલ્લા ૪૫ વર્ષમાં ૧૫૬ ફિલ્મના ૫૩૭ ગીતમાં ૨૪,૦૦૦ ડાન્સ સ્ટેપ કર્યા છે તે બદલ સુપરસ્ટારને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સન્માન બોલીવુડ સુપરસ્ટાર આમિરખાનના હસ્તે અપાયું હતું.
મેગાસ્ટાર ચિરંજીવીના નામે એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે. અભિનેતાને ૨૨ સપ્ટેમ્બરે સત્તાવાર રીતે આ સન્માન આપવામાં આવ્યું હતું. કારણ કે તેણે ૪૫ વર્ષમાં ૧૫૬ ફિલ્મમાં ૫૩૭ ગીતમાં ૨૪ હજાર ડાન્સ મૂવ્સ આપ્યા હતાં. જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તા. ૨૨ સપ્ટેમ્બર એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ ૧૯૭૮માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરી હતી.
છેલ્લા ૪૫ વર્ષમાં ચિરંજીવીએ ૧૫૬ ફિલ્મના ૫૩૭ ગીતમાં ૨૪,૦૦૦ ડાન્સ સ્ટેપ કર્યા છે. ચિરંવજીવીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થતાં જ ભારતમાં દરેક વ્યક્તિના ચહેરા પર ગર્વ અને ખુશી જોવા મળે છે.
જો કે સુપરસ્ટારને આ સન્માન બીજા કોઈએ નહીં પણ ખુદ બોલીવુડ સુપરસ્ટાર આમિરખાને આપ્યું હતું. ૨૨ સપ્ટેમ્બરે હૈદરાબાદમાં આમિર ખાને ચિરંજીવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આપતા તેમની પ્રશંસા કરી હતી. બોલિવૂડ સુપરસ્ટારે ભારતીય સિનેમાના મેગાસ્ટારને પ્રેમ અને આદર સાથે ગળે લગાવ્યા હતાં. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ઈવેન્ટમાં ચિરંજીવી માટેના તેમની સ્પીચમાં આમિર ખાને કહ્યું, અહીં આવવું મારા માટે આનંદ અને સન્માનની વાત છે. ચિરંજીવી ગરૂના ચાહકોને જોઈને હું ખૂબ ખુશ છું અને મને તમારી વચ્ચે સામેલ કરવા બદલ તમારો આભાર માનું છુું કારણ કે હું પણ તેમનો મોટો ફેન છું.
બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાને કહ્યું હું તેને મારા મોટા ભાઈની જેમ જોઉં છુું. જ્યારે ચિરંજીવી ગરૂએ મને ફોન કર્યો અને મને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા માંગતા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, તમારે ફક્ત ઓર્ડર આપવાનો છે. કોઈ આજીજી ન કરવાની હોય, ચિરંજીવી ગારૂને આ સન્માન મળ્યું છે. તેનાથી હું ખૂબ જ ખુશ છું. મને તો એ જાણીને પણ આનંદ થયો કે આ શાનદાર સાંજ અનેભવ્ય ઉજવણીનો હું પણ ભાગ બનીશ.
ચિરંજીવીના ફેમસ ડાન્સ મૂવ્સની વાત કરતા આમિરખાને કહ્યું જો તમે તેના કોઈપણ ગીત જોશો, તો તમે દેખાશે કે તેનું દિલ તેના ડાન્સમાં ડૂબી જાય છે. તે તેના ડાન્સને ખૂબ ન માણતા. તે એક એવા અભિનેતા છે કે તેના પરથી આપણી નજર જ ના હટે. ત્યારબાદ ચિરંજીવીએ કાર્યક્રમમાં હાજર દરેકને સંબોધન કરતા કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ગિનિસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળશે. જો કે તેમણે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો અને તેમની સ્પીચને તાળીઓના નાદથી વધાવી લીધા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial